દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બીજી તારીખને ગુરુવારના રોજ શાસ્ત્રી મેદાન, વિદ્યાનગર ખાતે ખેડા – આણંદ જિલ્લાની બૃહદ સભા “વિજય વિશ્વાસ સભા” યોજવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા કમલમ કાર્યાલય ખાતે સભાના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઇ હતી.
જેમાં આ બેઠક ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મંત્રી, પૂર્વ પ્રદેશ મહામંત્રી , ખેડા લોકસભા ઇન્ચાર્જ, ખેડા જિલ્લા પ્રમુખ અને સાત વિધાનસભાના ધારાસભ્યો જિલ્લા સંગઠન અને વિવિધ મંડળોના પદાધિકારીઓ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યુ