Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામા ચાંદીપુરમ વાયરસના સંદર્ભે મીટીંગ યોજાઈ

જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામા ચાંદીપુરમ વાયરસના સંદર્ભે મીટીંગ યોજાઈ
જિલ્લા વિકાસ અઘિકારી  એસ.ડી.વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત નડિયાદ ખાતે તાલુકા ચાંદીપુરમ વાયરસને ધ્યાને લઈ એક બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ સંબધિત તાલુકા વિકાસ અધિકારીઓને રોગ અટકાવ માટે ગ્રામ પંચાયત સ્તર સુધી જરૂરી પગલાઓ લેવા સુચના આપી હતી. જેમાં જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ઢોર–કોઠાર જયા ઢોરો માટે રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા જળવાય તે માટે ગામમાં પ્રજાજનોને સમજણ આપવા, સ્વચ્છતા વિષયક પગલા લેવા, જૂના મકાનોની તેમજ પ્લાસ્ટર વગરની દિવાલોમાં લીપણોથી તિરાડો પુરી લોકોને સેન્ડફ્લાયની માખી અંગે સમજૂત કરવા, જાહેર સ્થળો પર દુષિત પાણીનો નિકાલ કરવા અને આરોગ્ય ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી તેમજ જંતુનાશક દવા છંટકાવ કામગીરીમાં લોકસહકાર ઉભો થાય એ દિશામાં કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી.
આ મિટીગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,  અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.