અમેરિકામાં આ વર્ષે 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન અમેરિકાના ન્યૂ હેમ્પશાયર રાજ્યમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. રિપબ્લિકન નેતાઓની રેસમાં આગળ ચાલી રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના રિપબ્લિકન નેતા વિવેક રામાસ્વામીનું સમર્થન મળવા પર ખુશી વ્યક્ત કરી છે.
BREAKING: Donald Trump says Vivek Ramaswamy will be "working with us" after Vivek gave a fiery speech in New Hampshire.
🔥🔥🔥
During his speech, Vivek urged New Hampshire to vote for Trump.
"There is not a better choice left in this race than this man right here. And that is… pic.twitter.com/IVr5gOxw3Y
— Collin Rugg (@CollinRugg) January 17, 2024
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ‘રામાસ્વામીનું સમર્થન દર્શાવે છે કે તેઓ તેમની સાથે લાંબા સમય સુધી કામ કરવા જઈ રહ્યા છે.’ રસપ્રદ વાત એ છે કે ચૂંટણી પહેલા કરવામાં આવેલા સર્વે મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી અને ડેમોક્રેટ ઉમેદવાર બાયડન પર લીડ લઈ શકે છે. જો આવું થયું તો શક્ય છે કે વિવેક રામાસ્વામી વાઈસ પ્રેસિડેન્ટ પણ બની શકે છે.
America-First. One movement. Indivisible. 🇺🇸 https://t.co/UXhjl7Anxe
— Vivek Ramaswamy (@VivekGRamaswamy) January 17, 2024
વાત એમ છે કે વિવેક રામાસ્વામી મંગળવારે યુએસ પ્રમુખપદની રેસમાંથી બહાર નીકળી ગયા હતા. એ બાદ એમને ન્યૂ હેમ્પશાયરમાં રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સ્ટેજ શેર કર્યું ત્યારે “વીપી, વીપી (વાઈસ પ્રેસિડેન્ટ)” ના નારાઓ સાથે ભીડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ એમણે ટ્રમ્પને સમર્થન આપતું ભાષણ પણ આપ્યું હતું. આ બાદ ટ્રમ્પે તેમની પ્રશંસા કરતા કહ્યું, “તેઓ લાંબા સમય સુધી અમારી સાથે કામ કરશે.
રામાસ્વામીનું સમર્થન સન્માનની વાત છે
નોંધનીય છે કે અમેરિકામાં ચાર તબક્કામાં યોજાનારી ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આયોવા કોકસના ચૂંટણી પરિણામો આવી ગયા છે. આમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટી જીત મળવાના સમાચાર છે. વિજય બાદ ન્યૂ હેમ્પશાયરના એટકિન્સનમાં રેલી કરવા આવેલા ટ્રમ્પ રામાસ્વામીને મળ્યા હતા અને તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય-અમેરિકન નેતાનો આભાર માનતા ટ્રમ્પે કહ્યું કે, ભારતીય નેતાનું સમર્થન મેળવવું તેમના માટે સન્માનની વાત છે.