ભાવનગર માં પ્રથમ વાર અલગ-અલગ પ્રકાર ના કેરેક્ટર જેવાકે કાન્તારા, મોન્જોલીકા, અનાબેલે, શિવાજી મહારાજ, ઝાંસી ની રાણી અને વિવિધ દેવી દેવતા જેવા કેરેક્ટર મેક-અપ તથા અખંડ ભારત ની થીમ આધારિત વિવિધ રાજ્યો ની દુલ્હન ના શૃંગાર મેક-અપ નું બેઝીક કોસ્મેટોલોજી કોર્સ ની તાલીમાર્થીનીઓ દ્વારા તેમના અભ્યાસક્રમ ના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું.
ફેશન ડીઝાઈનીંગ તથા ડ્રેસ મેકિંગ ટ્રેડ દ્વારા વેસ્ટર્ન, ટ્રેડીશનલ, કોટી અને શ્રગ, વિવિધ પ્રકાર ના કોલર અને ગાઉન ની થીમ આધારિત વસ્ત્રો થી સજ્જ મોડેલો દ્વારા મનમોહક રેમ્પ વોક કરવામાં આવ્યું હતું. આ બધા જ વસ્ત્રો તેમના સીલેબસ ના ભાગરૂપે તાલીમાર્થીનીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત હેલ સેનેટરી ઇન્સ્પેક્ટર અને કોમ્પ્યુટર કોર્સ ના તાલીમાર્થીનીઓ દ્વારા ઘડતર ના ભાગરૂપે અભિનીત અને આયોજિત ચંદ્રયાન, AI અને રોબોટીક્સ આધારિત ડ્રામા, રાજસ્થાની અને પંજાબી લોક નૃત્ય, ગરબા-ડાન્સ તથા સ્ત્રી ગરિમા પર આધારિત દ્રોપદી નાટકે દર્શકો માં ખુબ આકર્ષણ જમાવ્યું હતું.
ભાવનગર જીલ્લા ની એકમાત્ર મહિલા આઈ,ટી.આઈ જેમાં માત્ર મહિલાઓ માટે ચાલતા આ તમામ કોર્સ તદ્દન વિનામૂલ્યે હોઈ છે અને કોઈ પણ પ્રકાર નો ઉમરબાધ હોતો નથી. આ ઉપરાંત તેઓને નોકરી મેળવવા કે બેઝ્નેસ માટે એમ્પ્લોયેબીલીટી સ્કીલ ને એક વિષય ના ભાગરૂપે શીખવવા માં આવે છે અને ૧ વર્ષ ના આ તમામ કોર્ષ માં NCVT દિલ્હી ભારત સરકાર નું પ્રમાણપત્ર આપવામાં આવે છે.
આ પ્રસંગે સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ, ભાવનગર-પૂર્વ ના ધારાભ્ય સેજલબેન પંડયા તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.