ખેડા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને આજ રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટીની મીટીંગ યોજાઈ હતી.
આ બેઠકમાં રોડ સેફટી અંતર્ગત બ્રિજ હાઇટ વધારવા, બ્રિજ ની સાઈડમાં બેરિકેટ સ્પેસિફિકેશન મૂકવા બાબતે, ધાર્મિક સ્થળોએ આવન જાવન કરતાં પદયાત્રીઓની માર્ગ સલામતી ધ્યાને રાખી જરૂરી બ્લિંકર્સ મુકવા બાબતે થયેલ કામગીરી, નડિયાદના પિલવાઇ તળાવ આસપાસ ક્રેશ બેરિયર લગાડવા બાબતે થયેલ કામગીરીના પ્રગતિ અહેવાલ, નડિયાદ-ડાકોર-પાલી (SH-12) માર્ગ ના સર્વે બાબતે, નડિયાદ પણસોરા (SH-12) માર્ગ પર રોડ માર્કિંગ બાબતે, અમદાવાદ ઈન્દોર હાઇવે માર્ગના સર્વે અને જાન -23 થી ડીસે -23 સુધીમાં થયેલ અકસ્માત, બ્લેક સ્પોટ પર લીધેલ પગલાં અને જિલ્લાના વર્ક ઝોન સહિતના મુદ્દાઓ પર જિલ્લા કલેકટરએ સંબંધીત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી અકસ્માત નિવારણ અને ટ્રાફિક સમસ્યા દૂર કરવા બાબતે માર્ગદર્શન આપ્યુ હતું.
જિલ્લા કલેકટરએ આગામી સમયમાં યોજાનાર મેળાઓ સંદર્ભમાં અગાઉથી જ તકેદારીના પગલાં લઈ જરૂરી વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ઉપરાંત પાર્કિંગ બાબતે આવનાર સમયમાં પ્રાઇવેટ પાર્કિંગ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાની દિશામાં કામગીરી કરવા અપીલ કરી હતી.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર, નાયબ પોલીસ અધિક્ષક, આરટીઓ ઓફિસર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.