Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રોડ સેફટીની મીટીંગ યોજાઇ

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રોડ સેફટીની મીટીંગ યોજાઇ

જિલ્લા માર્ગ સલામતી સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટી કાઉન્સિલની મીટીંગ યોજાઇ હતી.

આ બેઠકમાં જાન્યુઆરીથી નવેમ્બર માસ દરમિયાન યોજાયેલી મિંટિગમાં ચર્ચાયેલા મુદ્દા પર થયેલ કામગીરી પર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં નવેમ્બર માસમાં થયેલા અકસ્માત બાબતે ચર્ચા કરવામાં આવી હતી. અને નવેમ્બર માસમાં રોડ સેફ્ટી બાબતે થયેલ કાર્યવાહી પર જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા.

વધુમાં છેલ્લા અગિયાર માસમાં થયેલ વિવિધ કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ સિવાય કેનાલ પાસે ક્રેશ બેરિયર લગાવવા બાબતે અને જિલ્લામાં બાળકોની માર્ગ સલામતી ધ્યાને રાખીને શાળાની પાસે સ્કૂલ ઝોન વિકાસવવા અંગે અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના રિસ્પોન્સ સમય અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, આરટીઓ, પોલીસ વિભાગ, આરએન્ડબી (સ્ટેટ) અને (પંચાયત), ફોરેસ્ટ, શિક્ષણ, નેશનલ હાઈવેના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.