લોકસભા 2024ની ચૂંટણી 19મી એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાનથી શરૂ થયેલી સફર આજે ચોથી જૂને મતગણતરી સુધી પહોંચી છે. આજે મતગણતરી શરૂ થશે. કોની સરકાર બનશે અને કોન વિપક્ષમાં રહેશે તેનો નિર્ણય આજે આવી જશે. ત્યારે મતગણતરી શરુ થાય તે પહેલા જ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે વોટિંગ મશીનને લઈને આરોપ લગાવ્યા છે.
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનો ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે પરિણામો પહેલા વોટિંગ મશીન બદલી નખાયા. તેમણે પુરાવા પણ રજૂ કરતાં કહ્યું કે ઇવીએમ, કન્ટ્રોલ યુનિટ અને વીવીપીએટી મશીનના સિરિયલ નંબર જાહેર કરતાં કહ્યું કે મતવિસ્તારોમાં મતદાન થયા બાદ ઈવીએમ મશીનો બદલી નાખવામાં આવ્યા છે. આ મુદ્દાને ગંભીર ગણાવતા તેમણે કહ્યું કે ‘કઈ સ્થિતિમાં આવું કરાયું તેની તપાસ થાય.’
चुनाव आयोग ने चुनाव में प्रयुक्त होने वाली मशीनों के नंबर दिए थे। इसमें बैलेट यूनिट, कंट्रोल यूनिट और वीवीपैट शामिल है।
मेरे चुनाव क्षेत्र राजनादगांव मतदान के बाद फ़ॉर्म 17सी में जो जानकारी दी गई है उसके अनुसार बहुत सी मशीनों के नंबर बदल गए हैं। जिन बूथों पर नंबर बदले हैं उससे… pic.twitter.com/HsKwS0xxCU
— Bhupesh Baghel (@bhupeshbaghel) June 3, 2024
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીએ ટ્વિટ કરી હતી
ચૂંટણીપંચને ટાંકીને ભૂપેશ બઘેલે ટ્વિટ કરી હતી કે ચૂંટણીપંચ દ્વારા અનેક મશીનો વાપરવામાં આવ્યા હતા. જેમાં બેલેટ યુનિટ, કન્ટ્રોલ યુનિટન અને વીવીપીએટી મશીનો પણ હતા. ફોર્મ 17સીમાં આપવામાં આવેલી માહિતી અનુસાર મારા મતવિસ્તાર રાજનંદગાવમાં અનેક મશીનો બદલી નખાયા છે. તેનાથી હજારો વોટનો ઘપલો થયો છે.