રાત્રિના સમયે થતા અકસ્માતો રોકવા શ્રમિકોની સાયકલ પાછળ ચાર્જેબલ LED લાઈટ લગાવી અકસ્માત રોકવાનો મંજીપુરા ગામની અંકીતા પટેલની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મંજીપુરા ગામમાં રહેતા અંકિતા પટેલ એ જણાવેલ કે, આ પ્રોગ્રામ સાઇકલ પાછળ એલ ઈ ડી ચાર્જર બલ્બ લાઈટ લગાડવાનો છે, જેમાં રાત્રિનાં સમયમાં નાઈટ ડયૂટી કરતા કર્મચારી ભાઈઓ જે સાઈકલ લઈને જતા હોય છે, તે દમિયાન રોડ પર અંધારૂ હોવાથી દૂરથી આવતા સાધનો ને સાઇકલ દેખાય નય, જેથી અકસ્માત થવાની શક્યતાઓ રહે છે, એવું ના બને તે માટે આ પ્રોગ્રામ સાઇકલ પાછળ લાઈટ લગાવી આપવાનો છે, જેમાં સવ્યમનનો ખર્ચે કરેલ છે, આં કાર્યમાં મારી મદદ કરનાર મારા સાથી અમરીશ પટેલ તથા અમારા ગ્રૂપનાં ભાઈઓ, સુજલભાઈ, નિલેશભાઈ, રવિભાઈ, હર્ષ, ઉમંગ, હર્ષપ્રજાપતિ જેમને આ કાર્યમાં મદદ કરી છે.