પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, IPS તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકી નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હોય જે આધારે ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પાર્ટ-A ગુ.ર.નં.૧૧૨૦૪૦૨૫૨૪૦૩૬૫/૨૦૨૪ બી..એન.એસ. કલમ-૩૦૩(૨),૫૪ મુજબના ગનાની તપાસ પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.સીસારા ખેડા- ટાઉન નાઓ કરી રહેલ હોય અને સદર અનડિટેક્ટ ગુનાની તપાસ કરતા ટેકનિકલ અને હ્યુમન સોર્સીસથી અલગ અલગ ત્રણ ટીમ બનાવી તપાસ હાથ ઘરવામા આવેલ આ તપાસમાં ૧૫ થી વધુ CCTV ચેક કરવામાં આવેલ.
જેમાં ચોક્કસ અને આધારભુત બાતમી આધારે (૧) દિપકકુમાર વા/ઓ ભાઇલાલભાઇ ગોવિંદભાઇ દુલેરા સોની ઉ.વ.૨૧ રહે.વણકરવાસ રામાપીરના મંદિર પાસે નેસડા તા.ધોળકા જી.અમદાવાદ (૨) કાજલબેન વા/ઓ ધમૅશભાઇ મુકેશભાઇ દંતાણી ઉ.વ.૨૪ રહે.મલાવ તળાવ પાછળ ધોળકા,તા.ધોળકા જી.અમદાવાદ (૩) વિમળાબેન વા/ઓ દિલીપભાઇ કેશુભાઇ દંતાણી ઉ.વ.૫૨ રહે.બામણપીઠ ધોળકા તા.ધોળકા જી.અમદાવાદ મળી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ તેમજ ચોરીમાં ગયેલ ૧૭ તોલા સોનાના દાગીના કિ.રૂ.૧૨,૨૫,૫૬૦/- નો મુદ્દમાલ રીકવર કરવામાં આવેલ. આ ગુનાનો મુખ્ય સુત્રધાર ધર્મેશભાઈ મુકેશભાઇ દંતાણી રહે.મલાવ તળાવ પાછળ ધોળકા, તા.ધોળકા જી.અમદાવાદ નાને પકડવા પોલીસ તપાસ કરી રહી છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)