રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે સાબરમતી ભાગ દ્વારા રવિવારના રોજ ચાંદખેડા ખાતે “વિજયનાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રી વિજય દેવાંગનજી (સહ સંપર્ક પ્રમુખ, પશ્ચિમ ક્ષેત્ર, રા.સ્વ.સંઘ) તથા અતિથિ વિશેષ તરીકે ડૉ. અવનીબા મોરીએ (નાયબ નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ) ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં 512 ગણવેશધારી સ્વયંસેવકો દ્વારા યોગાસન તેમજ સામૂહિક ગીતનું નિદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સમાજના બંધુ ભગિની આ કાર્યક્રમ નિહાળવા આવેલ હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ ડો. સુનીલભાઈ બોરિસા તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સાબરમતી ભાગના મા. સંઘચાલક શ્રી સંજયભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતાં.