10મા રાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત “સ્વયં ઔર સમાજ કે લિયે યોગ” એ થીમ અનુસાર ખેડા જિલ્લાના કુલ 16 આયુષ્યમાન આરોગ્ય મંદિર અને 09 હોમિયોપેથિક દવાખાના અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પીપળાતા ખાતે તા.14/06/2024 થી 20/06/2024 સુધી ‘યોગ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવ્યા. જેમાં, ધડિયા, નરસિપુર, ફાગવેલ, ખડાલ, હરીયાળા, વનોડા, આગરવા, અજૂપુરા, ડભાણ, સોડપુર, જનરલ હોસ્પિટલ નડિયાદ, કેસરા, માકવા, આંતરોલી, મહીસા, રામોલ, ઉ.મુવાડા, દંતાલી, સણાલી, વલેટવા, ખાત્રજ, કઠલાલ અને ઠાસરાના દવાખાના અને સરકારી હોસ્પિટલ પીપળાતા અને કપડવંજ ખાતે યોગ ઉજવણી કાર્યક્રમો કરવામાં આવ્યા. જેમાં, અંદાજિત 700 જેટલા લોકોએ યોગાભ્યાસ કર્યો હતો.
યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત સ્વાસ્થ્ય માટે મહત્વ વિષયક શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શિબિરમાં યોગ લેક્ચર, યોગ આસનો, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર કરાવી લોકોમાં આરોગ્ય અને યોગના મહત્વ અંગે જાગૃતિ આપવામાં આવી.