અખિલ ભારતીય વિદ્યાર્થિ પરિષદ (ABVP)એ ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા 7 મે 2025ના રોજ સમગ્ર ભારતમાં આયોજિત ‘સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ’માં યુવા અને વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે. તાજેતરમાં પહેલગામ, કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાને ધ્યાને રાખતા તથા વધતા જતા સાયબર-આક્રમણ અને દેશવિરુદ્ધ પ્રવૃત્તિઓના સંદર્ભે, આ મોક ડ્રિલ નાગરિક અને સંસ્થાકીય તૈયારી મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ પગલુ છે.
આ ડ્રિલમાં હવાઈ હમલાની ચેતવણી આપવા માટેનાં સાઈરનની તપાસ, ક્રેશ બ્લેકઆઉટ અભ્યાસક્રિયા, નાગરિકોના સુરક્ષિત સ્થળાંતરણ માટેનું રિહર્સલ, તથા આપત્તિ દરમ્યાન સલામતી સંબંધિત પગલાં અંગે યુવાનો અને જનતાને તાલીમ આપવામાં આવશે. ઉપરાંત, રાડાર સ્ટેશન્સ, વીજઉત્પાદન પ્લાન્ટ્સ જેવા મહત્વપૂર્ણ સંયંત્રોને છુપાવવા માટે વ્યૂહાત્મક છલાવરણ તકનિકીઓનો અભ્યાસ પણ કરવામાં આવશે.
અભાવિપનું માનવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માત્ર સશસ્ત્ર દળોની જ જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિક, ખાસ કરીને યુવાનો, સાથે મળીને આ સુનિશ્ચિત કરવાના ભાગીદાર છે. આપણી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને જાગૃતિ, સતર્કતા અને તૈયારીનાં કેન્દ્રો બનવા જોઈએ.
ABVP સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ, યુવા અને શૈક્ષણિક સંસ્થાઓને આ ‘મોક ડ્રિલ’માં સક્રિય રીતે જોડાવા, તાલીમને ગંભીરતાપૂર્વક સ્વીકારી લેવા અને એક સતર્ક, શિસ્તબદ્ધ અને સુરક્ષિત ભારતમાં યોગદાન આપવા અપીલ કરે છે.
ABVPના રાષ્ટ્રીય મહામંત્રી, ડૉ. વિરેન્દ્ર સિંહ સોલંકીએ જણાવ્યું કે, “ABVP ‘સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ’નું હાર્દિક સ્વાગત કરે છે. અમે તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રશાસનિક અધિકારીઓ અને નાગરિકોને પૂર્ણ સમર્પણ અને ઉત્સાહ સાથે આ પહેલમાં ભાગ લેવા અપીલ કરીએ છીએ, જેથી ‘સુરક્ષિત, મજબૂત અને આત્મનિર્ભર ભારત’ નિર્માણમાં દરેકની ભાવિભુમિકા નિશ્ચિત થાય. દેશના નાગરિકોએ આપત્તિ સંજોગોમાં તૈયાર રહી તેમની જવાબદારીનું નિર્વહન કરવું જરૂરી છે. આજનું ભારત આતંકવાદી ઘટનાઓનો યોગ્ય જવાબ આપવા સક્ષમ છે, દરેક નાગરિકે તેની ભૂમિકા અને જવાબદારી અંગે સતત જાગૃત રહેવું જોઈએ.”