અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આયામ “સાવિષ્કાર” પર બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન i-Hub, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દેશભરમાંથી સવિષ્કારના મુખ્ય જવાબદારી ધરાવતા ૧૫૦ જેટલા કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ વર્કશોપ હેઠળ, ઉદ્યોગસાહસિકતા સંબંધિત ક્ષેત્રોમાં નવીનતા લાવવા તેમજ વિકસિત અને શસ્ક્ત ભારત બનાવવાના લક્ષ્યમાં યોગદાન આપવા માટે વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના બૌદ્ધિક સંપદાના મહાનિયંત્રક ડૉ. ઉન્નત પંડિતજી ઉપસ્થિત રહ્યા હતા.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આયામ સાવિષ્કર ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રમાં નવીનતા લાવવા માટે સતત કાર્ય કરી રહ્યું છે, જે રાષ્ટ્ર અને સમાજના વિવિધ ઘટકોને જોડીને ભારતની વિકાસ યાત્રામાં યોગદાન આપવાની અપાર સંભાવના ધરાવે છે. આજે, ભારતના 25 રાજ્યોમાં સાવિષ્કાર આયામ દ્વારા સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવા અને સંબંધિત સહાય પૂરી પાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ભારતને આત્મનિર્ભર બનાવવામાં ઔધોગિક ક્ષેત્રનું વિશેષ યોગદાન રહ્યું છે, આ પહેલને પ્રોત્સાહન આપવા માટે સવિષ્કાર ના કાર્યકર્તાઓ “નેશન ફર્સ્ટ”ની ભાવના સાથે કામ કરી રહ્યા છે. સવિષ્કાર દ્વારા આયોજિત આ વર્કશોપમાં યુવાનોને સકારાત્મક દિશા આપવાનું કામ કરવામાં આવ્યું.
ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ડૉ. ઉન્નત પંડિતજીએ કહ્યું, “ભારતમાં સ્ટાર્ટઅપનો નવો યુગ શરૂ થયો છે. આજે દેશભરમાં દર છ મિનિટે પેટન્ટની અરજી મળે છે. આજે ભારતના બૌદ્ધિક સંપદા જેવા વિષયોમાં પહોંચ ખૂબ આગળ વધી છે. અને સવિષ્કાર જેવા ફોરમ થી ઉદ્યોગસાહસી વિદ્યાર્થીઓની નવીનતાને પ્રોત્સાહન આપવામાં વિશેષ ભૂમિકા છે.
ABVP ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં, શાળા સ્તરથી જ સ્ટાર્ટઅપ્સ અને નવીનતાઓ માટે ની ઇન્ટર્નશીપ ના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ હવે કૌશલ્ય વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, ‘એક જિલ્લો, એક ઉત્પાદન’ થી ‘એક બ્લોક, એક ઉત્પાદન’ સુધીની સફરમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાનું છે.”
સવિષ્કરના રાષ્ટ્રીય સંયોજક ક્રાંતિ સાગર મોરેએ જણાવ્યું હતું કે, “આજે સવિષ્કર 25 રાજ્યોમાં સ્ટાર્ટઅપ-સંબંધિત નવીનતા લાવવા માટે કામ કરી રહ્યું છે. સવિષ્કરનો પ્રયાસ શાળાઓ અને કોલેજોમાં બનેલા પ્રોજેક્ટ્સને ઉત્પાદનોમાં રૂપાંતરિત કરીને સ્ટાર્ટ-અપના ક્ષેત્રમાં અભૂતપૂર્વ તકો ઊભી કરવાનો છે. સવિષ્કાર ના કાર્યકર્તાઓ આ પરિપ્રેક્ષ્યમાં યોગદાન આપવા માટે કામ કરી રહ્યા છે.”