Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 28°C

સણોસરા પાસેનાં કૃષ્ણપરા ગામે તપસીબાપુની પુણ્યતિથિની આસ્થાભેર થશે ઉજવણી

સણોસરા પાસેનાં કૃષ્ણપરા ગામે તપસીબાપુની પુણ્યતિથિની આસ્થાભેર થશે ઉજવણી

સણોસરા પાસેનાં કૃષ્ણપરા ગામે આગામી રવિવારે તપસીબાપુની પુણ્યતિથિની આસ્થાભેર ઉજવણી થશે. અહી આશ્રમમાં ભાવિક સેવકો પૂજન દર્શન અને પ્રસાદ લાભ લેશે.

આગામી રવિવાર તા.૭ ફાગણ વદ તેરશ તપસીબાપુની ૩૪મી પુણ્યતિથી પ્રસંગે ભાવિક સેવકો દ્વારા સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે કૃષ્ણપરા ગામે આશ્રમમાં ભક્તિભાવ અને આસ્થા સાથે ઉજવણી આયોજન થઈ રહ્યું છે.

સણોસરા પાસે કૃષ્ણપરા ગામે તપસીબાપુ આશ્રમમાં થયેલ આયોજન અંગે અહીંના અગ્રણી હરિશંગભાઈ ગોહિલે જણાવ્યા મુજબ આગામી રવિવારે પુણ્યતિથિની આસ્થાભેર ઉજવણી થનાર છે, જેમાં આસપાસનાં ગામોનાં ભાવિક સેવકો અહીંયા હનુમાનજી મંદિર અને સમાધિ સ્થાન ઉપર પૂજન દર્શન અને પ્રસાદ લાભ લેશે.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.