મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં સગીરાઓ અને યુવતીઓના યૌન શોષણ સાથે જોડાયેલા મોટા કાવતરાનો પર્દાફાશ થતાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુખ્ય આરોપી અયાન અહમદની ધરપકડ બાદ હવે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે તેના નજીકના સાથીદારો હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલા આરોપીઓની ઓળખ ઉઝૈર ખાન (20), મોહમ્મદ સાદ (22) અને તબરેઝ ખાન (24) તરીકે થઈ છે. ત્રણેયને 21 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ વાયરલ
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓએ આશરે 18 જેટલા અશ્લીલ વિડીયો અને 39 ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. હજુ કેટલા વિડીયો બનાવવામાં આવ્યા હતા તેની તપાસ ચાલુ છે.
પોલીસ મુજબ, મુખ્ય આરોપીએ પોતાના મોબાઈલમાંથી ડેટા ડિલીટ કરી દીધો હતો, જેને હવે રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. આથી વધુ પુરાવા મળવાની શક્યતા છે.
#WATCH | Maharashtra | Amravati District Administration, in the presence of police, conducts bulldozer action against the illegal construction at the property of the primary accused in the minor girls' abuse and blackmail case in Paratwada pic.twitter.com/xiLyu1FstT
— ANI (@ANI) April 15, 2026
પીડિતાઓની ઓળખ અને POCSO હેઠળ કાર્યવાહી
પોલીસ અત્યાર સુધીમાં 8 પીડિતાઓની ઓળખ કરી શકી છે. તમામ પીડિતાઓ મુસ્લિમ સમુદાયની હોવાનું સામે આવ્યું છે. હજુ સુધી કોઈ પીડિતાએ સીધો પોલીસનો સંપર્ક કર્યો નથી.
કેટલીક પીડિતાઓ સગીર હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે POCSO Act હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓએ પૂછપરછમાં દાવો કર્યો છે કે સંબંધ સહમતિથી હતા, પરંતુ સગીરાઓના કેસમાં આ દલીલ કાયદેસર માન્ય નથી.
બ્લેકમેલિંગ અને કિડનેપિંગ એંગલની તપાસ
પોલીસ હાલ આ કેસમાં બ્લેકમેલિંગ, કિડનેપિંગ અને ખંડણી જેવા એંગલની પણ તપાસ કરી રહી છે. ઉપરાંત વધુ આરોપીઓ સંકળાયેલા છે કે નહીં તે પણ તપાસ હેઠળ છે.
વીડિયો ફેલાવાની ચેઇન સામે આવી
તપાસ મુજબ, તમામ વિડીયો મુખ્ય આરોપીના મોબાઈલમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉઝૈર ખાને આ વિડીયો અન્ય આરોપીઓના ફોનમાં ટ્રાન્સફર કર્યા અને સોશિયલ મીડિયા પર ફેલાવ્યા હતા.
પોલીસ હવે આ સમગ્ર ડિજિટલ ચેઇનને ટ્રેસ કરીને જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કન્ટેન્ટ કેવી રીતે વાયરલ થયું.
ટેલિગ્રામથી ખુલ્યો મામલો
આ સમગ્ર કેસ ત્યારે સામે આવ્યો જ્યારે ટેલિગ્રામ પર અશ્લીલ ફોટો અને વિડીયો શેર થવાના સમાચાર મળ્યા. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી અને મુખ્ય આરોપી સુધી પહોંચી હતી. હાલમાં આ કન્ટેન્ટ ટેલિગ્રામ પરથી હટાવી દેવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.
બુલડોઝર કાર્યવાહી અને પ્રશાસનની કડક કાર્યવાહી
સ્થાનિક પ્રશાસને મુખ્ય આરોપી અયાનના ઘરના ગેરકાયદેસર ભાગને બુલડોઝરથી તોડી પાડ્યો છે. જાણવા મળ્યું છે કે ઉપરના માળ માટે જરૂરી મંજૂરી લેવામાં આવી નહોતી. પ્રશાસને 30 દિવસમાં દસ્તાવેજો રજૂ કરવા નોટિસ પણ આપી છે, નહીં તો બાકીનો ભાગ પણ તોડી પાડવામાં આવશે.
SIT દ્વારા મોટી તપાસ
આ કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને અમરાવતી પોલીસે 47 પોલીસકર્મીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવી છે. આ ટીમની આગેવાની આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ કરી રહ્યા છે. તપાસ હજુ ચાલુ છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel