બોલિવૂડની અભિનેત્રી અદા શર્માને ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મને કારણે ઘણી લોકપ્રિયતા મળી હતી. ફિલ્મને સફળતા મળ્યા બાદ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ, દિગ્દર્શક સુદીપ્તો સેન અને અભિનેત્રી અદા શર્મા તેમની આગામી ફિલ્મ માટે ફરી એક સાથે કામ કરી રહ્યાં હતાં. આ ત્રિપુટી ફિલ્મ ‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’ પર સાથે કામ કરી રહી છે. હવે હવે આ ફિલ્મનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટીઝરને દર્શકોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ હવે 15 માર્ચ, 2024ના રોજ રીલીઝ થવા તૈયાર છે.
શું છે ટીઝરમાં?
ફિલ્મનું ટીઝર ખૂબ સુંદર છે. ટીઝર જોઈને તમે મજબૂત, ઈમોશનલ અને સાહસી અહેસાસનો અનુભવ કરી શકશો. ટીઝરમાં એકટ્રેસ એક મિનિટ લાંબો મોનોલૉગ બોલતી જોવા મળી રહી છે, જે રુંવાડા ઊભા કરી દે તેવો સીન છે. આ મોનોલૉગમાં ફિલ્મની દમદાર કહાની અને કેટલાક તથ્યોની ઝલક દર્શાવાઈ છે. ટીઝરમાં નિર્માતાઓ શહીદોના આંકડા પર વાત કરી રહ્યા છે. ફિલ્મની લીડ અભિનેત્રી અદા શર્મા કહી રહી છે કે અમારા દેશમાં સૂડો ઈંટેલેક્ચ્યુઅલ્સ ચીનના પૈસાથી દેશને તોડવાનો પ્રોપેગેન્ડા ચલાવી રહ્યા છે. હવે તેની પર વિચારવાનો સમય આવી ગયો છે.
A story colored red with the blood of innocent people! Capture the untold story… Bastar – The Naxal Story. Teaser out now! 🔥#VipulAmrutlalShah @sudiptoSENtlm @Aashin_A_Shah @sunshinepicture @adah_sharma @Indiraaaa369 @akavijaykrishna @raimasen @iyashpalsharma @shilpashukl… pic.twitter.com/4p15JZwont
— Adah Sharma (@adah_sharma) February 6, 2024
અદાએ ઉઠાવ્યો મુદ્દો
ટીઝરમાં અદા શર્મા ઓફિસમાં બેઠેલી જોવા મળે છે. તેણે કમાન્ડો જેવો યુનિફોર્મ પહેર્યો છે. ટીઝરમાં અદા શર્મા કહે છે, ‘પાકિસ્તાન સાથેના 4 યુદ્ધમાં આપણા 8738 સૈનિકો શહીદ થયા છે, પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશની અંદર નક્સલવાદીઓએ 15,000થી વધુ જવાનોની હત્યા કરી છે. બસ્તરમાં આપણા 76 સૈનિકોને નિર્દયતાથી મારી નાંખવામાં આવ્યા, પછી તેની ઉજવણી કરવામાં આવી જેએનયુમાં… કલ્પના કરો કે આપણા દેશની આવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી આપણા સૈનિકોની શહીદી પર સેલિબ્રેશન કરે છે. ક્યાંથી આવે છે આ વિચારસરણી? બસ્તરમાં ભારતના ભાગલા કરવાનું વિચારી રહ્યા છે આ નક્સલીઓ અને તેનો સાથ આપી રહ્યા છે મોટાં શહેરોમાં બેઠેલા લેફ્ટ લિબ્રલ સૂડો ઈન્ટેલેક્ચ્યુઅલ્સ.