ફ્રાંસમાં સરકારની નીતિઓ વિરુદ્ધ યુવાનો અને સામાન્ય નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની આર્થિક અને સામાજિક નીતિઓને લઈને લોકોમાં ભારે અસંતોષ છે. પેરિસની ગલીઓમાં તેમજ અન્ય મોટા શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને તોફાનોનો માહોલ સર્જાયો. પ્રદર્શન દરમિયાન અનેક સ્થળોએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર અથડામણ જોવા મળી હતી. સ્થિતિ એટલી તંગ બની ગઈ કે પોલીસને હજારોની સંખ્યામાં દળોને તહેનાત કરવા પડ્યા. પ્રદર્શનકારીઓ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા, જ્યારે બીજી તરફ પોલીસે કડક કાર્યવાહી કરતા 200થી વધુ લોકોને ધરપકડ કરી હતી.
🇫🇷🔴 JUST IN: Protesters clash with police and in front of Hélène-Boucher High School in Paris.
Unrest has been reported in multiple cities in France during the "Block Everything" protests.
80,000 police are deployed.pic.twitter.com/A4SLMgJKEk
— Remix News & Views (@RMXnews) September 10, 2025
પ્રદર્શનકારીઓનું મુખ્ય આક્ષેપ છે કે મેક્રોન સરકાર સામાન્ય લોકોના જીવન સ્તરને સુધારવા માટે નિષ્ફળ ગઈ છે. મોંઘવારી, વધતી બેરોજગારી, આર્થિક અસમાનતા અને જાહેર સેવાઓમાં ઘટાડા સામે તેઓ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. દેખાવકારોનું કહેવું છે કે સરકારની નીતિઓ માત્ર કોર્પોરેટ્સ અને ધનિક વર્ગને લાભ પહોંચાડે છે, જ્યારે મધ્યમ વર્ગ અને ગરીબોનું જીવન મુશ્કેલ બની ગયું છે. ઘણા પ્રદર્શનકારીઓએ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટને સંપૂર્ણપણે નિષ્ફળ ગણાવ્યું અને જણાવ્યું કે સરકાર પાસે લોકોના પ્રશ્નોના કોઈ જવાબ નથી.
આંદોલનની શરૂઆત સોશિયલ મીડિયા પર “Block Everything” નામની અભિયાનથી થઈ હતી. આ હેશટેગ ઝડપથી યુવાનોમાં વાયરલ થઈ ગઈ અને ત્યારબાદ હજારોની સંખ્યામાં લોકો સંગઠિત થઈ રસ્તા પર ઉતરી આવ્યા. પેરિસ સહિતના અનેક શહેરોમાં રસ્તાઓ રોકી દેવાયા, ટ્રાફિક જામ સર્જાયો અને જાહેર પરિવહન સેવાઓ પર અસર પડી. દેખાવકારોએ કચરાના ડબ્બાઓ અને જાહેર સ્થળોને આગ લગાવી દીધી. અનેક સ્થળોએ સરકારી ઇમારતો પર પથ્થરમારો અને તોડફોડ પણ કરવામાં આવી.
🚨#BREAKING: At this time, absolute chaos is erupting across France as thousands of protesters flood the streets, clashing with police and rioting in opposition to the government’s economic policies. pic.twitter.com/9PG9GDW0hy
— R A W S A L E R T S (@rawsalerts) September 10, 2025
પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસ, પાણીની તોપ અને લાઠીચાર્જનો સહારો લીધો, છતાં દેખાવો નિયંત્રણમાં આવ્યા નહોતાં. પ્રદર્શનકારીઓની સંખ્યામાં સતત વધારો થતો જ રહ્યો, જેના કારણે આખા ફ્રાંસમાં અશાંતિનો માહોલ સર્જાયો. ખાસ કરીને પેરિસના શાંઝ એલીઝે અને રિપબ્લિક સ્ક્વેર જેવા વિસ્તારોમાં ભારે તણાવ જોવા મળ્યો.
આંદોલન ફક્ત આર્થિક મુદ્દાઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ ઘણા લોકો સરકારની “અલોકશાહી વલણ” અને “યુવાનોની અવાજને અવગણવાના અભિગમ” પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. શૈક્ષણિક સુધારાઓ, રોજગારીની તકો અને કલ્યાણકારી યોજનાઓના અભાવે પણ આ ગુસ્સો વધ્યો છે. કેટલાક વિશ્લેષકો માની રહ્યા છે કે આંદોલન ફક્ત શરૂઆત છે અને જો સરકાર સમયસર પગલાં નહીં ભરે તો પરિસ્થિતિ વધુ ઉગ્ર બની શકે છે.
🇫🇷 Chaos across France 🔴
‘Block Everything’ protests have erupted nationwide.
👉 80,000+ police deployed
👉 200+ arrests already — and it’s not even noon yet.#France being #France. ✊
More visuals attached 🧵 pic.twitter.com/W07KvxeXhS
— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) September 10, 2025
ફ્રાંસની હાલની પરિસ્થિતિને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતાઓ વ્યક્ત થવા લાગી છે. પડોશી યુરોપીય દેશોએ તેમના નાગરિકોને ફ્રાંસ પ્રવાસ દરમિયાન સાવચેત રહેવાની સલાહ આપી છે. બીજી તરફ, મેક્રોન સરકાર પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે, પરંતુ પ્રદર્શનકારીઓના ઉગ્ર ગુસ્સા સામે તેની અસર મર્યાદિત દેખાઈ રહી છે. લોકો હવે માત્ર વચનો નહીં પરંતુ વાસ્તવિક સુધારાઓની માંગ કરી રહ્યા છે, જે મેક્રોન સરકાર માટે મોટો પડકાર બની ગયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel