અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 થવાનું છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સ્પોર્ટ્સ ફેસીલીટી ડેવલપમેન્ટ કરવાની કામગીરી થઈ રહી છે. પરિણામે શહેરમાં મોટા મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પોર્ટની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે અને અમદાવાદ શહેર સ્પોટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે હવે 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બસ શહેરમાં તૈયાર કરવામાં આવશે, જેના માટે 1106 કરોડ રૂપિયાનું ખર્ચ કરવામાં આવશે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ગઈકાલનો દિવસ અમદાવાદ શહેર માટે એક ઐતિહાસિક દિવસ હતો એને ‘ગોલ્ડન દિવસ’ તરીકે પણ ગણી શકાય, કારણ કે એ દિવસે જ કોમનવેલ્થ ગેમ્સને અમદાવાદમાં યજમાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો તદુપરાંત સ્પોટ્સ રિલેટેડ અને કામો થઈ રહ્યા છે, ત્યારે કોમનવેલ્થની યજમાની કરવા માટે અમદાવાદ શહેર તૈયાર છે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સ્પોર્ટ્સ રિલેટેડ જીમનેસિયમ, સ્કેટિંગ રિંગ, ટેનિસ કોર્ટ અને રીક્રિએશન સેન્ટર સહિત લગભગ 70 જેટલા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવેલા છે, જેની અંદર મહાનગરના યુવાનો અને ખેલાડીઓ એની અંદર પ્રેક્ટિસ કરે છે. તદુપરાંત પ્લેગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો મહાનગરની ક્રિકેટ માટે પણ અંદર અલગ અલગ સિક્સ ઝોનની અંદર 28 કરોડના ખર્ચે વિવિધ પ્લેગ્રાઉન્ડ આગામી એક વર્ષની અંદર તૈયાર થઈ જશે. તદુપરાંત સ્પોટ્સ કોમ્પ્લેક્સની વાત કરવામાં આવે તો નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભારત સરકારના ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ખુલ્લો મુક્યો હતો, જે 800 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. આવી રીતે અમદાવાદમાં શહેરમાં 11 જેટલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનવા માટે જઈ રહ્યા છે. 1100 કરોડના ખર્ચે ગુજરાત યુવાનો ખેલાડીઓ માટે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વોર્ડમાં આવેલ જીમ્નેશિયમ, સ્કેટીંગ રીંક, સ્પો. સેન્ટર, ટેનિસ કોર્ટ, રીક્રીએશન સેન્ટરની સમરી
- જીમ્નેશિયમ- 48 સંખ્યા
- સ્કેટીંગ રિંગ – 06 સંખ્યા
- સ્પો.સેન્ટર – 05 સંખ્યા
- ટેનિસ કોર્ટ – 07 સંખ્યા
- રિક્રિએશન સેન્ટર – 05
શહેરમાં ચાલુ અને આયોજન હેઠળ સ્પોટર્સ કોમ્પ્લેક્સ કામગીરી
- પૂર્વ ઝોન – 1 , ખર્ચ 40 કરોડ
- ઉત્તર પશ્ચિમ ઝોન – 2 , ખર્ચ 42 કરોડ
- મધ્યઝોન – 1 , ખર્ચ 10 કરોડ
- પશ્ચિમ ઝોન – 4 , ખર્ચ 293 કરોડ
- દક્ષિણ પશ્ચિમ ઝોન – 1 , ખર્ચ 42 કરોડ
- દક્ષિણ ઝોન – 1 , ખર્ચ 33 કરોડ
- ઉતર ઝોન – 1 , ખર્ચ 45 કરોડ
11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાછળ 1106 કરોડનો ખર્ચનો અંદાજ : ઝોન વાઇઝ પ્લે ગ્રાઉન્ડની સંખ્યા
- પૂર્વ ઝોન – 5
- ઉત્તર પશ્ચિમ ઝોન – 3
- પશ્ચિમ ઝોન – 7
- દક્ષિણ ઝોન – 2
- દક્ષિણ પશ્ચિમ ઝોન – 3
- ઉતર ઝોન – 7
- કુલ – 27 પ્લે ગ્રાઉન્ડ , ખર્ચ 29 કરોડનો અંદાજ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વોર્ડમાં આવેલ જીમ્નેશિયમ, સ્કેટીંગ રીંક, સ્પો. સેન્ટર, ટેનિસ કોર્ટ, રીક્રીએશન સેન્ટરની વિગત
જીમ્નેશિયમ
૧ | દુધેશ્વર જીમમ્નેશિયમ
२ | ખાડીયા જીમ્નેશિયમ
૩ | દરિયાપુર જીમ્નેશિયમ
૪ | રાયખડ જીમ્નેશિયમ
૫ | શાહીબાગ-મહિલા જીમ્નેશિયમ
૬ | જમાલપુર જીમ્નેશિયમ
૭ । સરદારબ્રીજ જીમ્નેશિયમ
૮ | હાજીપુરા જીમ્નેશિયમ
૯ | ગિરધરનગર જીમ્નેશિયમ
૧૦ | બોડકદેવ જીમ્નેશિયમ
૧૧ | ઘાટલોડીયા જીમ્નેશિયમ
૧૨ | ઘાટલોડીયા મહિલા જીમ્નેશિયમ
૧૩ | વેજલપુર જીમનેશિયમ
૧૪ | સરખેજ જીમ્નેશિયમ
૧૫ | નિકોલ જીમ્નેશિયમ
૧૬ | ઓઢવ જીમ્નેશિયમ
૧૭ | ગોમતીપુર જીમ્નેશિયમ
૧૮ | વસ્ત્રાલ જીમ્નેશિયમ
૧૯ | રામોલ-હાથીજણ જીમ્નેશિયમ
૨૧ | અંબુભાઈ પુરાણી જીમ્નેશિયમ
૨૨ | ઈસનપુર જીમનેશિયમ
૨૩ | બાગેફિરદોશ જીમ્નેશિયમ
૨૪ | ખોખરા જીમ્નેશિયમ
૨૫ |બહેરામપુરા જીમ્નેશિયમ
૨૬ | સરસપુર જીમ્નેશિયમ
૨૭ | નરોડા મુઠીયા જીમ્નેશિયમ
૨૮ | કુબેરનગર જીમ્નેશિયમ
૨૯ | મેમ્કો જીમ્નેશિયમ
૩૦ |સૈજપુર બોઘા જીમ્નેશિયમ
૩૧ | સરદારનગર જીમ્નેશિયમ
૩૨ | વાસણા જીમ્નેશિયમ
૩૩ | એલિસબ્રીજ જીમ્નેશિયમ
૩૪ | નવા વાડજ જીમ્નેશિયમ
૩૫ | સરદાર પટેલ સ્ટેડિયમ જીમ્નેશિયમ
૩૬ | ચાંદખેડા જીમ્નેશિયમ
૩૭ | કે.કા. શાસ્ત્રી પાલડી જીમ્નેશિયમ
૩૮ | રાણીપ જીમ્નેશિયમ
૩૯ | કાલુપુર જીમ્નેશિયમ
નવીન બનેલ જીમ્નેશિયમ
- જોધપુર જીમ્નેશિયમ
- નારણપુરા જીમ્નેશિયમ
- રખિયાલ જીમ્નેશિયમ
- વેજલપુર જીમ્નેશિયમ
- વટવા-લાંભા જીમ્નેશિયમ
- વટવા જીમ્નેશિયમ
- સાબરમતી જીમ્નેશિયમ
- રાણીપ જીમ્નેશિયમ
સ્કેટીંગ રિંગ:
વાસણા, પાલડી, ઈસનપુર, રાયપુર, રાણીપ, નિકોલ
સ્પોર્ટસ સંકુલ:
1. શ્યામજી કૃષ્ણવર્મા રમત-ગમત સંકુલ, રાયપુર
2. કાંકરીયા સ્પો.સંકુલ પુષ્પકુંજ
3. મણિનગર સ્પો.સંકુલ.
બ્રિજ નીચે બનાવવામાં આવેલ સ્પોર્ટ સંકુલ:
1. સિમ્સ રેલ્વે બ્રિજનીચે સ્પોર્ટ સંકુલ
2. રાણીપ અન્ડર બ્રીજ
અ.મ્યુ.કો. દ્વારા નવીન બનેલ ટેનિસ કોર્ટની વિગત
- ચાંદખેડા ટેનિસ કોર્ટ
- ચાંદલોડીયા ટેનિસ કોર્ટ
- લાંભા ટેનિસ કોર્ટ
- પાલડી ટેનિસ કોર્ટ
- નિકોલ ટેનિસ કોર્ટ
- રામોલ ટેનિસ કોર્ટ
- મેમનગર ટેનિસ કોર્ટ
રીક્રીએશન સેન્ટરની વિગત
- થલતેજ રીક્રિએશન સેન્ટર (ટેનિસ, સ્વીમીંગ અને જીમ્નેશિયમ)
- ગોતા રીક્રીએશન સેન્ટર (ટેનિસ, સ્વીમીંગ અને જીમ્નેશિયમ)
- જોધપુર રીક્રિએશન સેન્ટર (સ્વીમીંગ અને જીમ્નેશિયમ)
- મકરબા રીક્રીએશન સેન્ટર (સ્વીમીંગ અને જીમ્નેશિયમ)
- ચાંદખેડા રીક્રીએશન સેન્ટર
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel