અમદાવાદમાં આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીની કડક કામગીરીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવી ગયું છે. મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં અડચણરૂપ મકાનો દૂર કરવાની મોટી કામગીરી આજે વહેલી સવારથી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તાર SVP એન્કલેવ માટે ડેવલપ કરવામાં આવનાર હોવાથી, મકાનો ડિમોલિશન દ્વારા માર્ગને ખુલ્લો કરવો આવશ્યક બન્યું છે.
માહિતી મુજબ, બળદેવનગર અને સુભાષનગર વિસ્તારમાં આવેલા 29 જેટલા મકાનો ટીપી રોડની 24.0 મીટર પહોળાઈના માર્ગના વિસ્તરણમાં અડચણરૂપ હતા. AMC દ્વારા મકાનમાલિકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી કે તેઓ મકાન ખાલી કરે, પરંતુ માલિકોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે રહીશોની અરજી નકારી દેતા AMC માટે રસ્તો સાફ થઈ ગયો અને આજે તાત્કાલિક ધોરણે ડિમોલિશન શરૂ થયું.
ડિમોલિશનની કામગીરી સવારથી 4 હિટાચી મશીન, 2 જેસીબી અને સ્ટાફની મદદથી હાથ ધરવામાં આવી હતી. જેસીબી અને બુલડોઝરની મદદથી મકાનો તોડવામાં આવ્યા, જેથી ટોરેન્ટ પાવરથી સીધો માર્ગ ખુલ્લો થઈ શકે. આ કામગીરી દરમિયાન પોલીસનો મોટો કાફલો તંત્ર અને જમતી વ્યવસ્થાને જાળવવા માટે ખડકાવવામાં આવ્યો હતો. AMCના પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે સંપૂર્ણ કામગીરી સુવ્યવસ્થિત રીતે હાથ ધરતા રસ્તો ઝડપથી ખુલ્લો થયો, જેના દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટેનો માર્ગ તૈયાર થયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel