શરદ પવાર અને અજિત પવાર વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નામ અને ચૂંટણી ચિન્હને લઈને હાલ ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું હતું કે પંચનો જે નિર્ણય આવશે તે સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત તેમણે મુખ્યમંત્રી બનાવાની વાતને પણ રદિયો આપ્યો હતો.
Pune, Maharashtra | On Election Commission's hearing over NCP symbol, Maharashtra Dy CM (NCP) Ajit Pawar says, "…Election Commission will give the final decision…After getting the dates, both sides will be represented before the Election Commission…I will accept the final… pic.twitter.com/X41R04WrW8
— ANI (@ANI) September 25, 2023
અમિત શાહના કાર્યક્રમમાં અજિત પવાર ગેરહાજર રહ્યા હતા
આ પહેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની મુંબઈ મુલાકાત દરમિયાન અજિત પવાર ગેજહાજર રહ્યા હતા. તેમની ગેરહાજરીને કારણે રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઉભા થયા હતા. આ અંગે વિવિધ અટકળો પર પણ તેમને કહ્યું હતું કે તેમણે અમિત શાહની ઓફિસને તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો વિશે પહેલા જ જાણ કરી દીધી હતી.