Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નડીયાદ જિલ્લા જેલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નડીયાદ જિલ્લા જેલ ખાતે  યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

૨૧/૦૬/૨૦૨૫ના રોજ બંદીવાનો તેમજ સ્ટાફની સહભાગિતા સાથે, જેલની શિસ્ત અને સલામતિને બાધ ન આવે તે રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ, જે અત્રેની નડિયાદ જિલ્લા જેલ ખાતે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, નડિયાદના સહયોગથી મોટી સંખ્યામાં બંદીવાન તેમજ સ્ટાફ દ્વારા ભાગ લેવામાં આવેલ.

આ ઉપરાંત વિશેષમાં આજ રોજ યોગ-દિવસ નિમિત્તે અધિક્ષક તથા સ્ટાફ દ્વારા જેલ બહાર ખુલ્લા પ્રાંગણમાં ઓપરેશન સિંદુરની રફાલ વિમાન ફોર્મેશન બનાવી યોગ કરવામાં આવ્યા હતા. જેમાં આર્ટ ઓફ લિવિંગ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સામેલ હતા. જેના અસાધારણ દ્રશ્યો આ સાથે સામેલ છે.

૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નડીયાદ જિલ્લા જેલ ખાતે વડી કચેરીની સૂચના તથા અધિક્ષકશ્રીના નિર્દેશ અનુસાર તા.૨૧/૦૬/૨૦૨૫ના રોજ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા નડિયાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડીયાદના સહયોગથી વિશ્વ યોગ દિવસનું આયોજન કરવામાં આવેલ જેમાં બંદીવાન તથા સ્ટાફ દ્વારા ઉત્સાહપુર્વક ભાગ લેવામાં આવેલ.

૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશેષ રૂપે નડીયાદ જિલ્લા જેલ ખાતે અધિક્ષકશ્રીના નિર્દેશ અનુસાર ફાઇટર જેટ સફેલ ફોર્મેશનમાં યોગ દિવસ કરીને ઓપરેશન સિંદુરમાં શહીદ થયેલ તમામને શ્રદ્ધાંજલી આપવામાં આવેલ.

 

 

રિપોર્ટર- જયનાદ ભટ્ટ(ખેડા)

 

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.