વિપક્ષ તરફથી કોણ કોણ આવ્યું?
ભવિષ્યની તૈયારીઓ માટે માહિતી આપશે
કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, સંસદ પુસ્તકાલય ભવન, સંસદ પરિસરના સમિતિ રૂમ જી-074માં સવારે 11 વાગ્યે તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી, સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ સામેલ થશે. રાજનાથ સિંહ આ બેઠકનું નેતૃત્વ કરશે અને તમામ પક્ષોને ઓપરેશન સિંદૂરની સાથે ભવિષ્યની તૈયારીઓ સંદર્ભે માહિતી આપશે.
#WATCH | Centre holds all-party meeting to brief all political parties on #OperationSindoor pic.twitter.com/q96NZnhUY6
— ANI (@ANI) May 8, 2025
બેઠકમાં PM પણ આવેઃ કોંગ્રેસની માગ
ઓપરેશન સિંદૂર બાદ યોજાયેલી તમામ રાજકીય પક્ષોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાય તેવી માગ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, આ બેઠકમાં વડાપ્રધાને પણ ભાગ લેવો જોઈએ. 24 એપ્રિલના રોજ વડાપ્રધાને તમામ પક્ષોને બેઠકમાં સામેલ થવા અપીલ કરી હતી. ત્યારે તેઓ બેઠકમાં હાજર રહ્યા ન હતાં. કોંગ્રેસ તરફથી આજની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત થયા છે.