ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બપોરના આકરા તાપ વચ્ચે પણ ભક્તો ભક્તિના દરબાર તરફ સતત આગેકૂચ કરી રહ્યા છે ત્યારે ડાકોરને જોડતા તમામ માર્ગો ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા છે.
મહુધા થઈને ડાકોર તરફ જતા પદયાત્રીઓના રૂટ પર અસંખ્ય સેવા કેમ્પો ધમધમી રહ્યા છે, માથે તાપ હોવા છતા રણછોડ રાય ભક્તો ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે સતત આગળ ડાકોર કાળિયા ઠાકોરની ભૂમી તરફ પહોંચી રહ્યા છે.
વધુમાં ડાકોર ફાગણી પુનમ મેળા પદયાત્રી રૂટ ઉપર કુલ ૧૦ પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉભા કરી, પદયાત્રીઓને આરોગ્ય અને તબીબી સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે, જેમાં રણછોડજીના મંદિર માટે કનીજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઈશ્વર કાર્મ-આમસરણ માટે પોડાસર, ખાત્રજ ચોકડી માટે મોદજ, સિંહુજ ચોકડી માટે સિહુંજ, મહુધા ચોકડી માટે સિપાલી, નાની ખડોલ ખસ સ્ટેન્ડ પાસે નાનીખડોલ, જશુભા આથમ મોટીખડલ, અલીણા ચોકડી અને જશુબા આશ્રમ મોટીખડોલ માટે અલીણા, કૃષ્ણધામ બોરડી અને વનકુટીર માટે ચેતરસુંબા પ્રાથમિક આરોગ્ય દ્વારા પદયાત્રીઓને આરોગ્ય વિષયક સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.
ડાકોર શહેરી વિસ્તારમાં ૩ મોબાઈલ ટીમો દ્વારા પીવાના પાણીની ટાંકી, ટેકરોનું ક્લોરીનેશન હાથ ધરવામાં આવેલ. ડાકોર શહેરી વિસ્તારમાં- ૭ આરોગ્ય કર્મચારીઓની ટીમો દ્વારા ધર્મશાળાઓ, હોટલો, લારી- ગલ્લાઓ તથા આશ્રયસ્થાનીમાં કલોરીનેશન, સેનીટેશન અંગેની કામગીરી હાથ ધરવામાં આવેલ તેમ જણાવવામાં આવ્યું છે.