પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઑ, સાંસદો તથા ધારાસભ્યો પણ જોડાયા હતા. ભાષણ દરમિયાન પ્રધાનમંત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, તમામ મહિલાઓની એક જ જાતિ છે, પરંતુ અમુક લોકો મહિલાઓમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે.
Viksit Bharat Sankalp Yatra focuses on saturating government benefits, making sure they reach citizens across India. https://t.co/24KMA2DSac
— Narendra Modi (@narendramodi) December 9, 2023
પ્રધાનમંત્રીએ કહ્યું કે મારા માટે તો દેશના ગરીબો જ VIP છે. હાલમાં જ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જે દર્શાવે છે કે લોકોની મોદીની ગેરંટી પર ભરોસો છે. જે લોકોએ મારી ગેરંટી પર ભરોસો કર્યો છે, તે સૌનો હું આભારી છું. અમુક રાજકીય પાર્ટીઓ હજુ એ વાતને નથી સમજી રહી કે ખોટા વાયદાઓ કરી લેવાથી તમને કશું નહીં મળે.
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગરના લવારપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ. https://t.co/EdfOlNEAXz
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 9, 2023
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે દેશના ગામડાઓમાં કરોડો પરિવારોને અમારી કોઈ ને કોઈ યોજનાનો લાભ જરૂર થયો છે. મારા માટે દેશનો દરેક ગરીબ વીઆઈપી છે, દેશની દરેક માતા-બહેન અને દીકરી VIP છે, દેશનો દરેક ખેડૂતો VIP છે, દેશના યુવાનો મારા માટે VIP છે. મોદીની ગેરંટી વાળી ગાડી પહોંચ્યા બાદ 35 લાખથી વધુ આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે.
PM મોદીએ કહ્યું કે આ તમારા સેવકનો પોતાના પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ છે. હું ગાડી દ્વારા તમારા ગામમાં તમારી પાસે આવી રહ્યો છું. હું એટલે આવી રહ્યો છે જેથી તમારો સાથી બની શકું. જેથી તમારી આશા અને અપેક્ષાઓને સમજી શકું. તમારી આશાઓને પૂર્ણ કરવા માટે હું મારી સરકારની તમામ શક્તિ લગાવી દઇશ.