વારાણસીના જ્ઞાનવાપી ASI સર્વેને લઈને મુસ્લિમ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો તેમજ મુસ્લિમ પક્ષની અરજીને ફગાવીને કેમ્પસના ASI સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં જશે.
Allahabad High Court allows the Archaeological Survey of India to conduct a survey of the Gyanvapi mosque complex in Varanasi pic.twitter.com/ONYJhAipeJ
— ANI (@ANI) August 3, 2023
હાઈકોર્ટમાં સુનાવણી બાદ ASIના સર્વેને મંજૂરી
જ્ઞાનવાપીના વૈજ્ઞાનિક સર્વેના મામલે આજે અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટની સૂચના પર હાઈકોર્ટમાં સુનાવણી બાદ ASIના સર્વેને મંજૂરી આપવામાં આવી છે. મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે સર્વેક્ષણથી માળખાને નુકસાન થશે, ત્યારબાદ ASI દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી કે સર્વેથી કોઈ નુકસાન થશે નહીં, ત્યારબાદ અલ્હાબાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટના નિર્ણય બાદ જ્ઞાનવાપી કેમ્પસનો ASI સર્વે ગમે ત્યારે શરૂ કરી શકાશે. હિંદુ પક્ષના વકીલ અનુસાર કોર્ટે સ્વીકાર્યું છે કે સર્વે કોઈપણ તબક્કે શરૂ કરી શકાય છે.
વારાણસીના જિલ્લા ન્યાયાધીશ દ્વારા જ્ઞાનવાપી સર્વેની મંજૂરી આપતા આદેશને અંજુમન ઈન્તેઝામિયા મસાજિદે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકરની સિંગલ બેન્ચે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. જ્ઞાનવાપી પર અલ્હાબાદ હાઈકોર્ટ આજ સુનાવણી કરી હતી જેમા ASIના સર્વેને મંજૂરી આપી હતી. હવે આ નિર્ણય સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં જશે.
આ સમગ્ર મામલો છે
21 જુલાઈએ વારાણસીના જિલ્લા ન્યાયાધીશે જ્ઞાનવાપી પરિસરમાં વુજુખાના અને શિવલિંગ સિવાયના વિસ્તારોના ASI સર્વેક્ષણનો નિર્દેશ આપ્યો હતો. 24 જુલાઈના રોજ મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે 26 જુલાઈ સુધી સર્વે પર રોક લગાવતા તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી.