વ્યાસજીના ખંડ તરીકે ઓળખાતા જ્ઞાનવાપીના અંદરના ભાગમાં અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપતાં જણાવ્યું હતું કે ત્યાં પૂજન-અર્ચન ચાલુ રાખી શકાશે. આ સાથે હાઈકોર્ટે મુસ્લીમ પક્ષની અરજી ફગાવી દીધી હતી. આથી હવે મુસ્લીમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં જવા નિર્ણય લીધો છે.
વારાણસી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજે થોડા સમય પૂર્વે વ્યાસજીના ‘ધ્યાનખંડ’ તરીકે ઓળખાતા ખંડમાં હિન્દુ પક્ષને પૂજા-અર્ચન કરવાની પરવાનગી આપી હતી. આ પછી મુસ્લીમ પક્ષ હાઈકોર્ટમાં ગયો હતો. પરંતુ હાઈકોર્ટે મુસ્લીમ પક્ષની અરજી ફગાવી દેતાં હવે મુસ્લીમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં જવા માગે છે.
અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રંજન અગ્રવાલની પીઠે જ્ઞાનવાપી મસ્જિદની વ્યવસ્થા સંભાળતી સંસ્થા ‘અંજુમન-ઈન્તેજામીયા મસ્જિદ સમિતિ’ દ્વારા રજૂ કરાયેલી અપીલ ઉપર સુનાવણી કરી હતી, પરંતુ ચુકાદો બાકી રાખ્યો હતો. આ કેસમાં હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું, આજે અલ્હાબાદ હાઈકોર્ટે અંજુમન ઈન્તેજામીયાની બંને યાચિકાઓ ફગાવી દીધી છે. તેનો અર્થ જ તે થયો કે જે પૂજા ચાલી રહી હતી, તે તેવી જ રીતે ચાલતી રહેશે. તેઓ જો સુપ્રીમ કોર્ટમાં જશે.
૧૯૯૩માં જ્ઞાનવાપીના પ્રાંગણમાં બેરીકેડવાળા ક્ષેત્રમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો હતો. તે પછી વ્યાસજીના ધ્યાનખંડમાં પૂજન-અર્ચન કે રાજભોગ થતા ન હતા. હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે બ્રિટિશ શાસન દરમિયાન પણ અહીં પૂજા થતી હતી. હિન્દુ ધર્મની પૂજા સંબંધી સામગ્રી અને અનેક પ્રાચીન મૂર્તિઓ પણ ત્યાં છે. તેમજ ધાર્મિક મહત્વની અન્ય બાબતો પણ ત્યાં રહેલી છે. જ્ઞાનવાપી પરિસરમાં ખંડો છે તે પૈકી એક ખંડ જે ધ્યાનખંડ કહેવાય છે. તે પોતાને વેદવ્યાસના જ વંશજ કહેવડાવતા, ‘વ્યાસ’ કુટુમ્બના હાથમાં છે તે ખંડ જ્ઞાનવાપી પરિસરમાં દક્ષિણ બાજુએ રહેલો છે. કોર્ટમાં રજૂ કરાયેલી યાચિકામાં જણાવવામાં આવ્યું હતું કે ૧૯૯૩ સુધી તેઓના વડીલ સોમનાથ વ્યાસ ત્યાં પૂજા-અર્ચન કરતા હતા પરંતુ તે પછી આવેલી (સપા) સરકારે ત્યાં પૂજન-અર્ચન બંધ કરાવી દીધું હતું ત્યારથી અહીં પૂજન-અર્ચન થઈ શકતું નથી.