દુબઈમાં ‘વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ’ 2024 યોજાશે. આ ઈવેન્ટમાં વિશ્વની તમામ પ્રખ્યાત હસ્તીઓ શામેલ થશે આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુપરસ્ટાર શાહરૂખ ખાન, તુર્કીના પ્રધાનમંત્રી, કતરના શેખ મોહમ્મદ બિન હમદ અલ તાહનીનું નામ શામેલ છે. દુબઈમાં 14 ફેબ્રુઆરીના રોજ આ ઈવેન્ટ યોજાશે.
The World Governments Summit isn’t only gathering leaders and decision makers, but also creators who have a positive influence on people, to share their thoughts about the future of our world.#WorldGovSummit#Wgs24 pic.twitter.com/Zr5rozwciI
— World Governments Summit (@WorldGovSummit) February 9, 2024
‘વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ’માં બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની સ્પીચ પણ હશે. આ સ્પીચ 15 મિનિટની હશે. આ ખાસ અવસરે શાહરૂખ ખાન ‘મેકિંગ ઓફ અ સ્ટાર’ થીમ પર સ્પીચ આપશે. આ ચર્ચાને ‘મેકિંગ ઓફ અ સ્ટાર: અ કન્વર્સેશન વિથ શાહરૂખ ખાન’ નામ આપવામાં આવ્યું છે. શાહરૂખ ખાન તેમના સ્ટારડમ અને લાઈફ જર્ની વિશે જણાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમિટમાં સંબોધન કરશે.
વર્ષ 2023 કેવું રહ્યું
શાહરૂખ ખાન માટે વર્ષ 2023 ખૂબ જ શાનદાર રહ્યું હતું. શાહરૂખ ખાને વર્ષ 2023માં ફિલ્મ ‘જવાન’, ‘પઠાન’ અને ‘ડંકી’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ અને ફિલ્મ ‘પઠાન’એ બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી છે. બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા પછી દર્શકો શાહરૂખ ખાનની આગામી બ્લોકબસ્ટર ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાને તેમના આગામી પ્રોજેક્ટ અંગે કોઈ જાણકારી આપી નથી.
રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ
શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ બાબતે ખાસ જાણકારી સામે આવી છે. રેડ ચિલીઝના COO ગૌરવ વર્માએ કંપની છોડી દીધી છે. ગૌરવ વર્મા છેલ્લા 9 વર્ષથી રેડ ચિલીઝ સાથે કામ કરી રહ્યા છે. ગૌરવ વર્મા કંઈક નવું કરવા માંગતા હતા. આ કારણોસર તેમણે કંપની છોડવાનો નિર્ણય કર્યો છે. રેડ ચિલીઝે એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે અને તેમને આગળની લાઈફ માટે શુભકામનાઓ આપી છે.