પહલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો. બીજી તરફ નક્સલવાદ વિરુદ્ધ પણ ભારતના વીર જવાનો લડત આપી રહ્યા છે. છત્તીસગઢ-તેલંગાણાની સરહદ નજીક બીજાપુર જિલ્લામાં 15 નક્સલીઓના ઢીમ ઢાળી દેવાયા છે.
Mission Sankalp | More than 15 naxals killed by Security Forces in an ongoing encounter near Karegutta Hills in Bijapur district along Chhattisgarh-Telangana border, says a Police official. pic.twitter.com/XG1tD48HqT
— ANI (@ANI) May 7, 2025
મિશન સંકલ્પ હેઠળ કરવામાં આવી કાર્યવાહી
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર બીજાપુર જિલ્લામાં કરેગુટ્ટા ટેકરીઓ પાસે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 15 થી વધુ નક્સલીઓને ઠાર કર્યા છે. આ કાર્યવાહી મિશન સંકલ્પ હેઠળ કરવામાં આવી છે.
એપ્રિલમાં પણ માર્યા ગયા હતા 3 નક્સલીઓ
એપ્રિલમાં પણ આ જ જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 નક્સલીઓ માર્યા ગયા હતા. છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કરેગુટ્ટાની ટેકરીઓ પર સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ નક્સલવાદનો અંત લાવવાનો છે.