એશિયન ગેમ્સમાં ભારતે ખુબ સારૂ પ્રદર્શન કર્યું છે.ભારતીય ખેલાડીઓએ 107 મેડલ જીત્યા છે. આ મેડલ જીતવા પાછળ દેશના કેટલાક ઉદ્યોગપતિઓનો પણ ફાળો છે. કારણ કે તેઓ પણ એશિયન ગેમ્સ સાથે તેમનું ખાસ કનેક્શન છે. આ સિવાય અન્ય ઘણા ભારતીય કોર્પોરેટોએ એશિયન ગેમ્સમાં ભારતને મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ વખતે એશિયન ગેમ્સમાં ભારતે 107 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ જીત માટે માત્ર ખેલાડીઓના વખાણ જ ન કરવા જોઈએ, પરંતુ તેનો થોડો શ્રેય મુકેશ અંબાણી, રતન ટાટા અને ગૌતમ અદાણી અને અન્ય ઘણા કોર્પોરેટ્સને જાય છે. તેમની મદદના કારણે જ આ ખેલાડીઓ એશિયન ગેમ્સમાં મેડલ જીતવામાં સફળ રહ્યા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી ગ્રૂપ, ટાટા ગ્રૂપ ઉપરાંત જેએસડબલ્યુ ગ્રૂપે એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા મોટાભાગના ખેલાડીઓને સંપૂર્ણ મદદ કરી. જેમાં તૈયારી માટે ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોર્પોરેટ્સે તેમને સ્પોન્સરશિપ, સ્કોલરશિપ અને અન્ય માધ્યમો દ્વારા પણ મદદ કરી છે. આ જ કારણ છે કે આ વખતે એશિયન ગેમ્સની ટેલીમાં ભારત ચોથા સ્થાને છે.
રિલાયન્સને 12 મેડલ મળ્યા છે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન ચલાવે છે.ફાઉન્ડેશન દ્વારા જે ખેલાડીઓને મદદ કરવામાં આવી હતી તેઓ એશિયન ગેમ્સમાં દેશ માટે 12 મેડલ જીતવામાં સફળ રહ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશન દેશની યુવા પ્રતિભાને સુધારવામાં વ્યસ્ત છે. તે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથે મુખ્ય ભાગીદાર છે, જે દેશમાં 10 થી વધુ રમતોના 200 થી વધુ રમતવીરોને શિષ્યવૃત્તિ અને તાલીમ પ્રદાન કરે છે.
JSW ગ્રુપે 4 ગોલ્ડ અપાવ્યા
જિંદાલ સ્ટીલ વર્ક્સ ગ્રુપ દ્વારા સમર્થિત ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં કુલ 17 મેડલ અપાવ્યા. જેમાં 4 ગોલ્ડ, 8 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સામેલ છે. JSW ગ્રુપની સ્પોર્ટ્સ આર્મ સમગ્ર દેશમાં 4,000 થી વધુ એથ્લેટ્સને સપોર્ટ કરે છે. ટ્રેક સ્પોર્ટ્સ ઉપરાંત, આમાં જુડો, કુસ્તી, બોક્સિંગ અને સ્વિમિંગનો સમાવેશ થાય છે. JSW ગ્રૂપે આ માટે ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટ્સ શરૂ કર્યું છે. JSW ગ્રુપ નીરજ ચોપરા, અવિનાશ સાબલે અને પારુલ ચૌધરી જેવા એથ્લેટ્સનું સ્પોન્સર છે.
અદાણી-ટાટાએ પણ સહયોગ આપ્યો હતો
એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓને સપોર્ટ કરવામાં અદાણી ગ્રુપ અને ટાટા ગ્રુપ પણ પાછળ નથી. એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર દીપક પુનિયાને અદાણી સ્પોર્ટ્સલાઈન સ્પોન્સર કરે છે. અદાણી ગ્રુપ પેરિસ ઓલિમ્પિક્સ 2024 માટે ભારતીય ટીમનું મુખ્ય સ્પોન્સર પણ છે. તેવી જ રીતે ટાટા ગ્રૂપની કંપની ટાટા સ્ટીલ દેશમાં ટાટા આર્ચરી એકેડમી ચલાવે છે. તેની કેડેટ્સ અંકિતા ભકત અને ભજન કૌરે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં મદદ કરી છે.