જોકે હવે પાકિસ્તાનના નાગરિક નસરુલ્લાહ સાથે લગ્ન કરનાર અંજૂને અસલિયતની ખબર પડી રહી છે. તે ગમે તે હિસાબે ભારત પાછી આવવા માંગે છે. અંજૂના પતિ નસરુલ્લાહે કહ્યુ છે કે, અંજૂ આજકાલ રડી રહી છે. તેને અમે ભારત પાછી મોકલવાની તૈયારી કરી રહ્યા છે. જો ભારતીય દૂતાવાસ મંજૂરી આપશે તો એક સપ્તાહમાં તે ભારત પાછી ફશે.
અંજૂ જુલાઈ મહિનામાં પાકિસ્તાન પહોંચી હતી. ત્યારે તેણે દાવો કર્યો હતો કે, હું તો નસરુલ્લાહને માત્ર મળવા માટે આવી છું. મારો પાકિસ્તાનમાં રોકાવાનો કે તેની સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. જોકે પાછળથી તેણે નસરુલ્લાહ સાથે લગ્ન કરી લીધા હતા. પાકિસ્તાનમાં પણ આ લગ્ને સૌ કોઈનુ ધ્યાન ખેંચ્યુ હતુ. પાકિસ્તાની સરકારે તેનો વિઝા વધારીને એક વર્ષનો કરી આપ્યો હતો.
હવે નસરુલ્લાહનુ કહેવુ છે કે, અંજૂ બહુ રડી રહી છે. તેને પોતાના બાળકોની યાદ આવી રહી છે. તે બાળકોને મળવા માટે ભારત આવવા માંગે છે.
બીજી તરફ અંજૂના પતિએ તેની સામે રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે પોતાને જાનનો ખતરો હોવાનો ડર વ્યક્ત કર્યો છે અને કહ્યુ છે કે, અંજૂ અને નસરુલ્લાહ મારી હત્યા કરી શકે છે. આમ જો અંજૂ ભારત પાછી પણ આવશે તો તેને કાયદાકીય પડકારોનો સામનો કરવો પડશે.