નડિયાદ જે એન્ડ જે સાયન્સ કોલેજમાં એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એડમિનિસ્ટ્રેશન સ્ટાફ યુનિયનની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન પ્રમુખ હરીશભાઈ એમ.પારેખ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.
સભાની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી, અવસાન પામેલા કર્મચારીઓ ને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. જે સભામાં વર્ષ 2023 – 24 ના હિસાબ વંચાણે લઇ મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ નિવૃત્ત થતા 17 કર્મચારીઓનું સાલ અને પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું.
મિટિંગમાં છેલ્લા કેટલાય વર્ષોથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યાઓ ખાલી છે તે ભરવામાં આવતી નથી તે જલ્દીથી ભરવામાં આવે તે અંગે પણ સરકારમાં રજૂઆત કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.