સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બહેનની આંખની સારવાર માટે આર્થિક મદદ માગતી એક ભાવુક પોસ્ટથી શરૂ થયેલો મામલો હવે કથિત ક્રાઉડફંડિંગ છેતરપિંડીના મોટા વિવાદમાં ફેરવાયો છે. ‘જય સિંઘ રાઠોડ’ નામના X યુઝરે પોતાની 12 વર્ષની બહેનની આંખની તાત્કાલિક સર્જરી માટે પૈસાની જરૂર હોવાનું જણાવી લોકો પાસે મદદ માગી હતી. આ અપીલ વાયરલ થયા બાદ તેણે આશરે 24 કલાકમાં ₹1.5 લાખથી વધુ રકમ એકત્ર થઈ હોવાનો દાવો કર્યો હતો. જોકે, બાદમાં મેડિકલ દસ્તાવેજોની પ્રામાણિકતા સામે સવાલ ઊભા થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો.
16 વર્ષનો હોવાનો દાવો કરી બહેન માટે માગી હતી મદદ
અહેવાલો અનુસાર, 21 સપ્ટેમ્બરે જય સિંઘ રાઠોડે X પર પોસ્ટ કરીને પોતાને 16 વર્ષનો ગણાવ્યો હતો અને તેની 12 વર્ષની બહેનને આંખની ગંભીર સમસ્યા હોવાથી તાત્કાલિક સારવારની જરૂર હોવાનો દાવો કર્યો હતો. પોસ્ટમાં તેણે મેડિકલ રિપોર્ટ અને સારવાર સંબંધિત કેટલાક દસ્તાવેજો શેર કરીને લોકોને ₹10 કે ₹20 જેવી નાની રકમથી પણ મદદ કરવા અપીલ કરી હતી.
પોસ્ટ ઝડપથી વાયરલ થઈ અને મોટી સંખ્યામાં લોકોએ મદદ કરવાનું શરૂ કર્યું. બીજા જ દિવસે રાઠોડે ₹1.5 લાખથી વધુ રકમ મળી ગઈ હોવાનો દાવો કરીને લોકોને વધુ પૈસા ન મોકલવા જણાવ્યું હતું.
Our team verified the medical documents shared in support of this request directly with the eye centre. The centre has confirmed that there is no patient named Srishti Rathore registered or undergoing treatment at any of their centres. They further confirmed that the registration…
— India Cares (@indiacares_2020) September 22, 2026
મેડિકલ દસ્તાવેજો સામે ઊભા થયા સવાલ
આ મામલે મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે રાઠોડ દ્વારા શેર કરવામાં આવેલા મેડિકલ દસ્તાવેજો, પ્રિસ્ક્રિપ્શન અને સારવારના અંદાજ અંગે સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું. રાઠોડે તેની બહેનની સારવાર દિલ્હીના Shroff Eye Centreમાં ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો.
વિવાદ વધ્યા બાદ Shroff Eye Centreએ જાહેર ચેતવણીમાં જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિએ તેમના લેટરહેડનો ઉપયોગ કરીને કથિત રીતે નકલી પેશન્ટ, પ્રિસ્ક્રિપ્શન અને એસ્ટિમેટ શીટ બનાવી છે અને તેના આધારે NGO તથા અન્ય વ્યક્તિઓ પાસેથી આર્થિક મદદ માગવામાં આવી રહી છે. હોસ્પિટલે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી હતી. જોકે, હોસ્પિટલની જાહેર ચેતવણીમાં રાઠોડનું નામ સીધું લેવામાં આવ્યું નહોતું.
X Spacesમાં જય સિંઘ રાઠોડને યુઝર્સે પૂછ્યા સવાલ
હોસ્પિટલની સ્પષ્ટતા સામે આવ્યા બાદ X પર આ મામલે ભારે ચર્ચા શરૂ થઈ. જય સિંઘ રાઠોડ અનેક X Spacesમાં જોડાયો, જ્યાં યુઝર્સ અને દાતાઓએ તેને મેડિકલ દસ્તાવેજો, દર્દીની ઓળખ અને એકત્ર થયેલા પૈસા અંગે સવાલો પૂછ્યા.
અહેવાલો પ્રમાણે, આ ચર્ચા દરમિયાન રાઠોડે કહ્યું હતું કે વાસ્તવમાં તેના પિતા બીમાર હતા અને વધુ લોકો સુધી પોતાની અપીલ પહોંચાડવા માટે તેણે બહેનના નામનો ઉપયોગ કર્યો હતો. તેણે પોતાના કૃત્યને ભૂલ ગણાવી હતી અને પરિવાર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે, તેના આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
Guys, please stop reporting the money you sent to me, otherwise you might lose it. My bank just texted me saying that they’re holding ₹2,000. Please don’t report the transactions, or I won’t be able to send the money back to you all. Just please wait until tomorrow 🙏
— Jay Singh (@Jayrathore9068) September 23, 2026
દાતાઓને પૈસા પરત આપવાનો દાવો
વિવાદ વધતાં X Spacesમાં સામેલ અનેક યુઝર્સે રાઠોડને દાતાઓના પૈસા પરત આપવા જણાવ્યું હતું. ત્યારબાદ તેણે કેટલાક લોકોને રિફંડ આપ્યાના કથિત પેમેન્ટ સ્ક્રીનશોટ શેર કર્યા હતા.
સોશિયલ મીડિયા પર એક બેન્ક અકાઉન્ટનો સ્ક્રીનશોટ પણ વાયરલ થયો, જેમાં બેલેન્સ ₹1,58,282.58થી ઘટીને ₹1,37,893.58 થયું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે, બેલેન્સમાં થયેલો આ ઘટાડો ખરેખર દાતાઓને રિફંડ આપવાને કારણે જ થયો હતો કે નહીં તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
(4/4) ~ Thank you for your patience and understanding. 🙏
— Jay Singh (@Jayrathore9068) September 23, 2026
અન્ય X યુઝરનું નામ પણ ચર્ચામાં આવ્યું
‘Raniisaa_’ નામની એક X યુઝરે શરૂઆતમાં રાઠોડની મદદની અપીલને આગળ પહોંચાડવામાં મદદ કરી હોવાના કારણે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેના પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જોકે, તેણે જાહેર રીતે સ્પષ્ટતા કરીને રાઠોડ સાથે કોઈ સંબંધ કે કથિત છેતરપિંડીમાં પોતાની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો હતો.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયો જય સિંઘ રાઠોડ
23 સપ્ટેમ્બરે આ મામલો X પર ભારે ચર્ચાનો વિષય બન્યો. કલાકો સુધી ચાલેલી X Spacesની ચર્ચા, હોસ્પિટલની ચેતવણી અને રિફંડને લઈને થયેલા દાવાઓ બાદ જય સિંઘ રાઠોડનું નામ સોશિયલ મીડિયા પર વાયરલ થયું. સમગ્ર ઘટનાને લઈને મોટી સંખ્યામાં મીમ્સ અને પ્રતિક્રિયાઓ પણ સામે આવી.
આ ઘટના સોશિયલ મીડિયા પર થતી ક્રાઉડફંડિંગ અપીલો અંગે પણ મોટો સવાલ ઊભો કરે છે. ખાસ કરીને મેડિકલ ઈમરજન્સીના નામે અજાણ્યા વ્યક્તિને પૈસા મોકલતા પહેલાં હોસ્પિટલ, મેડિકલ દસ્તાવેજો અને લાભાર્થીની વિગતોની શક્ય તેટલી ચકાસણી કરવી જરૂરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel