તા.૦૨/૧૦/૨૦૨૪ ના રોજ ડૉ.એન ડી દેસાઇ ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ, ધર્મસિહ દેસાઇ યુનિવર્સિટી, નડીયાદ ખાતે નશાબંધી સપ્તાહ ઉદઘાટન સમારોહ યોજાયો. જેમાં નશાબંધી વિષય ઉપર સમજણ આપવામાં આવી હતી.
જેમાં ડૉ.કિંજલબેન વસાવા, આ.પ્રોફેસર્સ ડૉ.એન ડી દેસાઇ ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ,ધર્મસિહ દેસાઇ યુનિવર્સિટી,નડીયાદ દ્વારા એડિક્શન વિષય પર વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યુ. નશાના કારણો, અસરો, નિદાન, નશાનું વિષચક્ર, સારવાર વગેરે બાબતે ઉદાહરણ સહિત ચર્ચા કરવામાં આવી ચર્ચાના અંતે પ્રશ્નોતરી મારફત સંશય સ્પષ્ટ કરવામાં આવ્યા.
આ પ્રસંગે અધિક્ષક, નશાબંધી અને આબકારી,નડીયાદ, એસ કે.દવેએ જણાવ્યુ હતુ કે મહાત્મા ગાંધીજીના વિચારોના અમલીકરણના ભાગરૂપે ગુજરાત રાજ્યના સ્થાપના કાળથી સંપુર્ણ નશાબંધી નીતિ અમલી છે. તેમણે નશાબંધી અમલીકરણ થી આર્થીક, સામાજિક, વૈયક્તિક, શૈક્ષણીક એમ દરેક ક્ષેત્રે સ્પષ્ટ લાભની વાત રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં નડીયાદ નશાબંધી અમલિકરણ સમિતિના સભ્ય ક્રિષ્ણાબેન પટેલ, યુનિવર્સિટિના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, નશાબંધી અને આબકારીના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહેલ હતા.