ભાદરવી પૂનમ નજીક આવી રહી છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે.ત્યારે અરવલ્લી જિલ્લાના રસ્તાઓ પરથી પણ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી દર્શનાર્થે જઈ રહેલ છે.તેવામાં રોડ પર વાહનોની અવર જવર થી અકસ્માત થવાની સંભાવનાઓ રહેતી હોય છે.
ત્યારે આજે વહેલી સવારે મોડાસા નજીક આવેલા સાકરીયા કંપા નજીક પૂર ઝડપે આવતા પશુભરેલા જીપડાલાએ સંજેલીના ત્રણ પદયાત્રીઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ના પગલે રોડ પર અફડા તફડી મચી જવા પામી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ પદયાત્રીઓને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ મોડાસા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જીપડાલાએ સ્ટીયરિંગ પર થી કાબુ ગુમાવતાં જીપડાલુ પલ્ટી મારી ગયું હતું.
રિપોર્ટર-હિતેન્દ્રસિંહ રાઠોડ(અરવલ્લી)