પોલીસ પી.એસ.આઈ ટ્રાફિક ચેકીંગ માં હતા ત્યારે ફેન્સી નંબર પ્લેટ વળી સ્કોર્પિયો કારને ઊભી રાખવામાં આવી હતી . છોટા ઉદેપુરમાં ફરજ બજવતા કોન્સ્ટેબલ પોતના સ્વજન ને ખાનગી હોસ્પિટમા બતાવા લાવ્યા હતા પરંતુ ફરજ ઉપર ચેકીંગ કરતા
પી.એસ.આઈ કાર ને ડીટેઈન કરવાનો આગ્રહ રાખ્યો જેને લઈ બન્ને પોલીસકર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી .
એ.ડિવિઝનના પી.એસ.આઈ જલ્પાબેન નિમાવત પાણીની ટાંકી એ ટ્રાફિક ચેકીંગ ડ્રાઈવ હતા તે સમયે ફેન્સી નંબર પ્લેટ વળી સ્કોર્પિયો કારને ઊભી રાખવામાં આવી હતી , ઊભી રખતાની સાથે ચાલકે સરળ ભાષામાં પોતાની ઓળખ છોટા ઉદયપુરમાં કોંસ્ટબલ ની ફરજ બજાવે છે અને પોતના સ્વજન ને અહી ખાનગી હોપિટલોમાં બતાવા લાવ્યા છે કહ્યું છતાંય પણ ફરજ પરના પી.એસ.આઈ એ કોન્સ્ટેબલ ની એક વાત નહી સંભાળતા ગાડી ડીટેઈન કરવાનો આગ્રહ રાખ્યો હતો જેને લઈને બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી .
જોવાની વસ્તુ એ છે કે શું ખાખી વર્દી ની માનવતા મરી પડી છે ?
કારની અંદર દર્દી ને દર્દ ભલે વધી જાય કે પછી મૃત્યુ કેમ ના થાય અમે અમારી ફરજ કરીશુ ! કોન્સ્ટેબલ એ મેમો લેવા માટે પણ કહ્યું પરંતુ પી.એસ.આઈ વર્દીના નશા મેમો ના પૈસા અહી જ ભરવા માટે નો આગ્રહ રાખ્યો હતો….પીએસઆઈ ની દબંગાઈ થી પોલીસ બેડામાં ગણગણાટ શરૂ થઈ ગયો છે