Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

બે ગોલ્ડ મેડલ સાથે ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન બનતી ઋચા ઓમ ત્રિવેદી , મિસ યોગીની ઓફ ગુજરાતનું ટાઈટલ તેમના નામે છે

બે ગોલ્ડ મેડલ સાથે ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન બનતી ઋચા ઓમ ત્રિવેદી , મિસ યોગીની ઓફ ગુજરાતનું ટાઈટલ તેમના નામે છે

રાજ્ય-જિલ્લા-યોગાસન સ્પોર્ટ્સ એસો.દ્વારા ભાવનગર ડિસ્ટ્રીક્ટ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાયેલ ચેમ્પિયનશિપમાં ભાવનગરની યોગા એથલેટ,ઇન્ટરનેશનલ યોગા પ્લેયર અને મિસયોગીની ઓફ ગુજરાતની ટાઈટલ વિનર ૧૩વર્ષીય ઋચા ત્રિવેદી એ બે ગોલ્ડમેડલ સાથે ટ્રેડિશનલ અને આર્ટીસ્ટીક સિંગલની બન્ને ઈવેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ડિસ્ટ્રીક્ટ ચેમ્પિયન બની છે. ઋચા આગામી સમયમાં રાજ્યકક્ષાએ સ્ટેટ ચેમ્પિયનશીપ રમવા જશે.

ઋચા ભાવનગરની દક્ષિણામૂર્તિ સ્કૂલની ધો.૯ની વિદ્યાર્થીની છે તેમજ તે યુનિવર્સિટી યોગા હોલ ખાતે યોગ ગુરુ રેતુભા ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૯વર્ષથી યોગા રમી રહી છે.આજ સુધીમાં ઋચા એ જિલ્લા ,રાજ્ય,રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ યોગા સ્પર્ધાઓમાં ઉજ્જવળ દેખાવ કરી જિલ્લા,રાજ્ય અને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઋચા ત્રવેદી આગામી ૨૨ થી ૨૬ ઓગસ્ટ દરમ્યાન ભારત સરકાર આયોજિત ખેલો ઈન્ડિયા ની વિમેન્સ યોગા પ્રીમિયર લીગમાં જોધપુર ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર છે.

 

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.