નડિયાદમાં માઈ મંદિર રેલ્વે ગરનાળામાં ગટરનું ગંદુ પાણી બારેમાસ ભરાયેલું રહેવાના કારણે લોકો ગંદા પાણીને સહન કરવા મજબૂર બન્યા છે, ત્યારે ગંદા પાણીના નિકાલ માટે કુંડી નીચે ઉતારવા લાગણી અને માંગણી વ્યાપી છે.
નડિયાદ સંતરામ રોડ પરથી માઈ મંદિર તરફ અવરજવર માટે રોડ આવેલો છે. આ રોડ પર આવેલા રેલ્વે ગરનાળામાં બારેમાસ ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે. આ ગંદા પાણીના નિકાલ માટે ગરનાળાની સાઈડ પર ઢાળીયો નીક બનાવવામાં આવી છે, તેમજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન નીચે કુંડી બનાવવામાં આવી છે. આ પાણી કુંડીની જાળી ઉંચી હોવાને કારણે ગંદા પાણીનો નિકાલ થતો નથી. જેના લીધે ગંદા પાણી આખા રસ્તા પર ભરાયેલા રહે છે.
જેથી પાણીનો નિકાલ ન થવાના કારણે બારેમાસ ગરનાળામાં ચોમાસું હોય તેવી સ્થિતિ જોવા મળે છે,ત્યારે સંબંધિત તંત્ર દ્વારા કાયમી નિરાકરણ લાવવામાં તેવી માગણી ઉઠવા પામી છે.