વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ પ્રવાસના બીજા દિવસે રાજધાની પેરિસમાં દેશની પ્રતિષ્ઠિત હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ એરોસ્પેસ એન્જિનિયર અને પાઈલટ થોમસ પેસ્કેટે ભારતના સ્પેસ મિશનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મેં ભારતીય પીએમ સાથે જેટલા સમય સુધી વાત કરી, મને લાગે છે કે તેઓ અવકાશ મિશન પર યોગ્ય દિશામાં વિચારી રહ્યા છે. તેમણે કહ્યું કે અવકાશ દરેક વ્યક્તિના જીવનમાં ઘણી રીતે કામ કરે છે. તેમણે કહ્યું કે કેટલીક વસ્તુઓ અમુક સમય માટે થાય છે, જેમ કે આપણી નેવિગેશન સિસ્ટમ, પબ્લિક પોલિસી અને દુર્ઘટના દરમિયાન અવકાશમાંથી લેવામાં આવેલી તસવીરો, શક્ય તેટલી વહેલી તકે મદદ મોકલવામાં આવે છે. એટલું જ નહીં અંતરિક્ષમાં હાજર ઉપગ્રહો દેશમાં શહેરી આયોજનમાં પણ ઘણી મદદ કરે છે.
થોમસ પેસ્કેટે કહ્યું કે ભલે આ બધી સગવડો આપણને બહુ ઓછા સમય માટે ઉપલબ્ધ હોય છે, પરંતુ અવકાશ તરફ વિચારવું એ પહેલું પગલું છે. થોમસે કહ્યું કે મેં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ડગલું આગળ વધીને વાત કરી કે અંતરિક્ષમાં જીવન ક્યાં છે, અવકાશમાં બીજી કઈ કઈ વસ્તુઓ છે જેને શોધવાની જરૂર છે.
#WATCH फ्रांस: प्रधानमंत्री नरेंद्र मोदी ने पेरिस में प्रतिष्ठित हस्तियों के साथ बातचीत की। pic.twitter.com/g1kWJuP1NR
— ANI_HindiNews (@AHindinews) July 14, 2023
થોમસે કહ્યું કે અંતરિક્ષના ઘણા રહસ્યો શોધવાના બાકી છે. અવકાશમાં જીવન છે તો ક્યાં છે. આ તમામ બાબતો હજુ સુધી જાણવાની બાકી છે. PM મોદી જે રીતે સ્પેસ મિશનને લઈને તેમના પગલાં લઈ રહ્યા છે, હું કહી શકું છું કે ભારત સાચા માર્ગ પર આગળ વધી રહ્યું છે. ભારત તેના અવકાશ મિશન માટે યોગ્ય નિર્ણય લઈ રહ્યું છે. તેમણે કહ્યું કે અંતરિક્ષમાં લોકોને મોકલવા ખૂબ જ મુશ્કેલ છે, તેમ છતાં ભારત તેને અવિશ્વસનીય ગતિએ કરી રહ્યું છે. હું ચંદ્રયાન 3 લોન્ચ કરવા બદલ ભારતને અભિનંદન આપું છું.