Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

નડિયાદ કમલમ ખાતે 200થી વધુ કાર્યકરોએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો

નડિયાદ કમલમ ખાતે 200થી વધુ કાર્યકરોએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો

ખેડા જિલ્લામાં આગામી સમયમાં કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જિલ્લામાં રાજકીય સમીકરણો પણ ઝડપથી બદલાઇ રહી છે.જેના પગલે આજે કઠલાલ અને કપડવંજ તાલુકાના 210 કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો.સહુ કાર્યકરોને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે ઉમળકાભેર આવકારી ભાજપનો ખેસ ધારણ કરાવ્યો હતો.

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે,રવદાવત જિલ્લા પંચાયત બેઠક હેઠળની પાંચ તાલુકા પંચાયતના 200થી વધુ કોંગ્રેસ કાર્યકરો આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,ગૃહ પ્રધાન અમિતભાઇ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાજ્ય,રાષ્ટ્ અને લોકહીતને કેન્દ્રસ્થાને રાખી કામ કરવાની રીતિ નીતિથી પ્રેરાઈ ભાજપમાં જોડાયા છે. આ વિસ્તારમાં ભાજપ સંગઠન વધુ મજબૂત બન્યું છે. કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝલના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના સહુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.ત્યારે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે,કઠલાલ અને કાપડવંજમાં બદલાયેલા આ રાજકીય સમીકરણના પગલે કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય થશે..બંને તાલુકા પંચાયતો પર ભાજપનો ભગવો લહેરાશે.આ પ્રસંગે પ્રભારી કુશળસિંહજી પઢેરિયા,જિલ્લા સંઘઠનના અમિતભાઇ ડાભી,રાજેશભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.