શનિવારના દિવસે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શક્કર ટેટી અને ચીકુના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને ભોગ લગાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી.
જેમાં 50 કિલો શક્કર ટેટી અને 25 કિલો ચીકુ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે દાદાને મલિન્દો જમાડવા માટે હવન કરવામાં આવ્યો અને રામધૂન કરવામાં આવી. ચૈત્ર માસ નવરાત્રી દરમિયાન લીમડાના રસનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે અને દરરોજ 400 થી વધુ રામ ભક્તો લાભ લે છે.
આ મંદિર 140 વર્ષ જૂનું મંદિર છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે. જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.
અનોખા દર્શન નો લાભ લેવા ભક્તો સવારથી મોટી સંખ્યામાં આવે છે.