આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા કેરી ના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો.
સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી.
દાદા ને 751 કિલો કેરીનો ભોગ લગાવી શણગાર કરવામાં આવ્યા.
જેમાં દેશી કેરી- તોતાપુરી કેરી -બદામ કેરી -કેસર કેરી -રાજાપુરી કેરી -આફૂસ કેરી -લંગડો કેરી -પાયરી કેરી -લાલબાગ કેરી-દશેરી કેરી-કચ્છની કેસર- જેવી કેરીનો 751 કિલો નો ભોગ લગાવી અને શણગાર કરવામાં આવ્યા. દાદા ના ગર્ભ ગૃહ અને આંબાવાડીયુ બનાવવામાં આવ્યું. આ પ્રસાદરૂપી કેરી મંદિરના ભક્તો અને ભિક્ષુકોમાં વિતરણ કરવામાં આવશે.
આ પ્રસંગે દાદા ને મલિન્દો જમાડી ધન્યતા અનુભવી અને મંદિરમાં રામધૂન કરવામાં આવી. આ મંદિર 140 વર્ષ જૂનું મંદિર છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે. જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. અનોખા દર્શન નો લાભ લેવા ભક્તો સવારથી મોટી સંખ્યામાં આવે છે.