Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 29°C

ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઑસ્ટ્રેલિયા, ટેરિફ અંગે મોટું નિવેદન

ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઑસ્ટ્રેલિયા, ટેરિફ અંગે મોટું નિવેદન

અમેરિકા દ્વારા ભારતમાં 50% ટેરિફ લગાવવામાં આવ્યા પછી વૈશ્વિક વેપારક્ષેત્રમાં નવી અસ્થિરતા સર્જાઈ છે અને તેને ટ્રેડ વૉરની શરૂઆત માનવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં ઑસ્ટ્રેલિયાએ સ્પષ્ટપણે ભારતના પક્ષમાં ઊભું રહીને મહત્વપૂર્ણ સંદેશો આપ્યો છે. ઑસ્ટ્રેલિયાની વિદેશ મંત્રી પેની વૉંગે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, ભારત ઑસ્ટ્રેલિયાના માટે માત્ર વ્યાપારિક જ નહીં પરંતુ રાજકીય અને વ્યૂહાત્મક રીતે પણ “ગાઢ, મજબૂત અને વિશ્વાસપાત્ર ભાગીદાર” છે. તેમણે કહ્યું કે ઑસ્ટ્રેલિયા ટેરિફનો સમર્થન કરતું નથી અને વૈશ્વિક વિકાસનો એકમાત્ર રસ્તો “ઓપન માર્કેટ” છે, જ્યાં બધા દેશો સમાન તકો મેળવી શકે.

ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલા આ ટેરિફ પર સીધી પ્રતિક્રિયા ન આપતાં પેની વૉંગે પોતાના દેશની નીતિને ભારપૂર્વક રજૂ કરી. તેમણે કહ્યું કે ઑસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થા વિશ્વ સાથેના વ્યાપાર પર આધારિત રહી છે અને તે જ તેની પ્રગતિનું મુખ્ય કારણ છે. એટલા માટે તેઓ ઇચ્છે છે કે ભવિષ્યમાં પણ ઓપન માર્કેટનો વિચાર જળવાઈ રહે.

આગળ વાત કરતાં પેની વૉંગે “ક્વાડ” (Quad) ગઠબંધનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં ભારત, ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન સામેલ છે. તેમણે કહ્યું કે ક્વાડ માત્ર એક રાજકીય અથવા સૈન્ય ગઠબંધન નથી, પરંતુ તે સહિયારા ઉદ્દેશોનું પ્રતીક છે. આપણો મુખ્ય હેતુ એ છે કે ઇન્ડો-પેસિફિક વિસ્તાર શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ બને. દ્વિપક્ષીય સંબંધોમાં ક્યારેક ચડાવ-ઉતાર આવી શકે, પરંતુ આપણને હંમેશા યાદ રાખવું જોઈએ કે મોટા સ્તરે આપણી લક્ષ્યો એકસરખાં છે.

ભારત-ચીન સંબંધો અંગે પૂછાતા વૉંગે સંતુલિત વલણ દર્શાવ્યું. તેમણે કહ્યું કે ચીન એક મોટી શક્તિ છે અને તે પોતાના હિતોને આગળ ધપાવવા મોટા દેશની જેમ વર્તે છે. અમુક મુદ્દાઓ પર ઑસ્ટ્રેલિયા ચીન સાથે સહમત રહેશે, અમુક મુદ્દાઓ પર નહીં. પરંતુ એક પરિપક્વ સંબંધનો અર્થ એ જ છે કે આપણે સહકાર પણ કરી શકીએ અને અસહમતિ પણ ખુલ્લેઆમ વ્યક્ત કરી શકીએ.

અંતમાં, વૉંગે ખાસ ઉલ્લેખ કર્યો કે તેમણે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ મુલાકાતો કરી છે. આ દર્શાવે છે કે ભારત ઑસ્ટ્રેલિયાની વિદેશ નીતિમાં કેટલી પ્રાથમિકતા ધરાવે છે. તેમણે કહ્યું કે દુનિયામાં અને પ્રાદેશિક સ્તરે મોટાં ફેરફાર થઈ રહ્યા છે, અને આવા સમયમાં ભારત અને ઑસ્ટ્રેલિયાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. બંને દેશો સાથે મળીને આ બદલાતા વૈશ્વિક વ્યવસ્થાને આકાર આપવા માંગે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.