ઓસ્ટ્રેલિયા vs. ન્યુઝીલેન્ડ: અભ્યાસ માટે કયો દેશ શ્રેષ્ઠ?
1. શિક્ષણની ગુણવત્તા:
- ઓસ્ટ્રેલિયા: વિશ્વના ટોચના યુનિવર્સિટીઓ ધરાવે છે, જેમ કે University of Melbourne, Australian National University (ANU), University of Sydney.
- ન્યુઝીલેન્ડ: New Zealand’s University of Auckland, University of Otago પણ સારી યુનિવર્સિટીઓ છે, પણ ઓસ્ટ્રેલિયા કરતાં ઓછી રેન્ક ધરાવે છે.
2. શિષ્યવૃત્તિ અને ફી:
- ઓસ્ટ્રેલિયા: ટ્યુશન ફી સામાન્ય રીતે ઊંચી હોય છે ($20,000–$45,000 પ્રતિ વર્ષ).
- ન્યુઝીલેન્ડ: ઓસ્ટ્રેલિયાની તુલનામાં ટ્યુશન ફી થોડી ઓછી હોય છે ($15,000–$35,000 પ્રતિ વર્ષ).
3. રહેવા અને જીવનશૈલી:
- ઓસ્ટ્રેલિયા: સિડની અને મેલબોર્ન જેવા શહેરોમાં ખર્ચ વધારે છે, પણ જીવનશૈલી આધુનિક છે.
- ન્યુઝીલેન્ડ: ઓછા લોકો હોવાને કારણે શાંતિપ્રિય અને કુદરતી સૌંદર્યવાળો દેશ.
4. વિઝા અને પી.આર. (PR) અવકાશ:
- ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાના પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાની (485 વિઝા) સુવિધાઓ વધારે છે.
- ન્યુઝીલેન્ડ: PR માટે ઓછા પોઇન્ટ્સની જરૂર પડે છે, પણ નોકરીની તકો ઓસ્ટ્રેલિયાની તુલનામાં ઓછી છે.
જો આપણે બંને દેશોમાં રહેવાના ખર્ચની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે લગભગ 17 લાખ રૂપિયાનો ખર્ચ થશે જ્યારે ન્યુઝીલેન્ડમાં આ ખર્ચ 10 લાખ રૂપિયાથી 13 લાખ રૂપિયાની વચ્ચે હશે.