રાત્રે મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર રીલ્સ જોતા હોય છે કાંતો ફોનનો ઉપયોગ કરતા હોય છે. જેના પગલે ઘણા લોકોને ઉંઘ નથી આવતી. તેમજ સવારે ઉઠતાની સાથે ફોનનો ઉપયોગ કરતા હોય છે. સવારે ઉઠતાની સાથે જ ફોનનો ઉપયોગ કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર અસર જોવા મળે છે. જેના પગલે મૂડ ખરાબ કરે છે.
સવારે ઉઠ્યા પછીનો હેલ્ધી નાસ્તો કરવો ખૂબ જ જરુરી છે. જો નાસ્તો કરવાનું ટાળવાથી શરીરને દિવસ દરમિયાન ઉર્જા મળતી નથી. તેના કારણે અન્ય ભોજન વધુ પ્રમાણમાં ખાવાથી શરીરમાં સંતુલન બગડે છે.
ઘણા લોકો સવારે નાસ્તો કરતા હોય છે. જેમાં તેઓ પુરી- શાક કે તળેલા ખોરાકને નાસ્તા તરીકે આરોગતા હોય છે. જેના પગલે શરીરમાં અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો સવારે ઉપમા, પોહા, ઈડલી તેમજ અન્ય હેલ્ધી વસ્તુઓને નાસ્તા તરીકે ખાવુ જોઈએ.
જીવનમાં કામ ખૂબ મહત્વનું છે. આ સાથે જ તેને પ્રાથમિકતા આપવી ખૂબ જ જરુરી છે. પરંતુ સવારે ઉઠતાની સાથે સીધા કામ પર ધ્યાન આપવાને બદલે 30 મિનીટ વ્યાયમ કે કસરત કરવી જોઈએ. જેથી તમે તમારુ માનસિક સ્વાસ્થ્ય સારુ રહેશે.
સવારની શરૂઆત શાંત હોય તો મન પણ શાંત રહે છે. અને દિવસ પણ સારો જાય છે. તો આ સમયે જ દરેક કામ સવારે ઉતાવળમાં કરવું અથવા ઘણી વસ્તુઓ પર ટેન્શન સાથે કરવું સ્વાસ્થ્યને અસર પડે છે.