લોખંડની પાઈપ, ધારીયા સહિતના હથિયારો તેમજ પથ્થરો વડે સામસામે મારામારી થતા તંગ દિલી ભર્યો માહોલ ઉભો થયો હતો. એકબીજા ઉપર ધોકા, લાકડી વડે હુમલો કરતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે બંને જૂથો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કુલ 12 લોકો સામે ગુનો નોંધાયો છે. તેમજ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મુસ્લિમ લોકોએ હિંદુ યુવક પર હુમલો કર્યો
પાટણના બાલીસણા ગામે રાત્રિ દરમિયાન સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે થયેલા વિવાદને લઈ સ્થિતિ વણસી હતી. જેમાં હિંદુ યુવક ઉપર મુસલમાનોએ હુમલો કરતા સ્થિતિ વણસી હતી. ક્યાંક બાદ હિંદુઓએ પ્રતિકાર કરતાં બંને જૂથના લોકો દ્વારા એકબીજા ઉપર હુમલો કરતા મારામારીના દૃશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
તંગદિલીભર્યા માહોલ વચ્ચે પોલીસનો કાફલો ખડકાયો
બે જૂથો વચ્ચે થયેલા અથડામણને લઈ ગામમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. અનિચ્છનીય બનાવ ન બને એ માટે જિલ્લા પોલીસનો કાફલો ગામમાં ખડકાઈ ગયો હતો. ઘટના મામલે પોલીસે બંને જૂથોની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સામસામી ફરિયાદ નોંધાઈ છે. એક સમાજ દ્વારા બે યુવકો સામે નામ જોગ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે 10 લોકો સહીત ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.
બાલીસણા ગામે મારામારીમાં સામ સામે નોંધાયેલ ફરિયાદમાં નામ
(1) અબ્દુલ ઉર્ફે ભેલુ માસ્તર કાદર માસ્તર ગામ. બાલીસણા
(2) તોફિક હુસેન નરમીયા શેખ ગામ, બાલીસણા
(3) સહદ મહંમદ હસાબ શેખ ગામ. બાલીસણા
(4) આરિફ અબ્દુલભાઇ શેખ ગામ. બાલીસણા
(5) ઇલિયાસ ઇબ્રાહિમભાઇ શેખ ગામ. બાલીસણા
(6) ફૈજરઅલી મિજામ ઉડ્રીલ શેખ ગામ. બાલીસણા
(7) એહમદભાઇ ડેલીગેટ ગામ. બાલીસણા
(8) સિકંદર અબ્દુલભાઇ ઇકો ગાડીવાળો ગામ. બાલીસણા
(9) ખલીલભાઇ દિલાવરભાઇ ગેરેજવાળો ગામ. બાલીસણા
આ ઉપરાંત અન્ય એક વ્યક્તિ સામે પણ ફરિયાદ થઈ છે જેનું નામ સામે આવ્યું નથી.
સામે પક્ષ
(1) ક્રિશ પટેલ- ગામ. બાલીસણા
(2) નિમેષ પટેલ -ગામ. બાલીસણા
સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકનાર યુવકને મુસ્લિમોએ માફી મંગાવી
મળતી માહિતી મુજબ પાટણના બાલીસણા ગામે સોશિયલ મીડિયાનાં “ધ કેરલ સ્ટોરી” ફિલ્મની પોસ્ટ મુકનાર હિંદુ યુવકને મુસલમાનો બળજબરી મસ્જિદમાં લઈ ગયા હતા. અને ત્યાં મુસલમાનોના ટોળા વચ્ચે હિંદુ યુવક પાસે માફી મંગાવી હતી. ત્યાર બાદ સમાધાન કરવાના બહાને હિંદુ આગેવાનોને બોલાવી કોઈ વાત ઉપર તણખા ઝરતા ઝઘડાએ મોટું સ્વરુપ પકડ્યું હતું. અમને મુસલમાનોએ હિંદુ લોકો ઉપર હુમલો કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં હિંદુઓએ પ્રતિકાર કરતા ધીંગાણાના દ્રશ્યો સર્જાયા હતા.