બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારના ગૃહ મંત્રાલયે એક તાલિબાની ફરમાન જારી કર્યું છે, જેમાં દુર્ગાપૂજા પહેલાં દેશના લઘુમતી હિન્દુ સમુદાયની દુર્ગાપૂજા સમિતિઓને અઝાન અને નમાજની પાંચ મિનિટ પહેલાં દુર્ગાપૂજાના અનુષ્ઠાન અને સાઉન્ડ સિસ્ટમ બંધ કરવા આદેશ કરાયો છે. આદેશનું પાલન નહીં કરનારાઓની ધરપકડ કરાશે. તેના પગલે બાંગ્લાદેશના હિન્દુ સમુદાયમાં આક્રોશ છે. બાંગ્લાદેશના હિન્દુઓ આ આદેશનો વિરોધ કરી રહ્યા છે.
Meet the Bangladeshi Home Minister Advisor who is directing that Hindus must stop their pujas, music, & any rituals 5 minutes before Azan—or face arrest.
This is new Talibani #Bangladesh. But no Bollywoodiya will hold placards for Bangladeshi Minorities because they are Hindus. pic.twitter.com/iI6T9ODSQm
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) September 10, 2024
બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ મંગળવારે સચિવાલયમાં બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદના નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ તેમણે દુર્ગાપૂજા પૂર્વે કાયદો-વ્યવસ્થા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે પૂજા સમિતિઓને અઝાન અને નમાજની પાંચ મિનિટ પહેલાં અને અઝાન-નમાજ દરમિયાન સંગીત વાદ્યયંત્રો, સાઉન્ડ સિસ્ટમ બંધ રાખવા કહેવાયું છે. તેમણે દાવો કર્યો કે હિન્દુ સમુદાયના લોકોની અવરજવરને કારણે દુર્ગાપૂજા દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવી રાખવામાં સમસ્યા સર્જાય છે. ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે બાંગ્લાદેશ સરકારના નિર્ણયના વિરોધમાં કહ્યું કે આ નવું તાલિબાની બાંગ્લાદેશ છે પણ બૉલિવૂડનો કોઈ કલાકાર બાંગ્લાદેશના લઘુમતીઓ માટે પ્લેકાર્ડ નહીં ઊઠાવે કેમ કે તેઓ હિન્દુ છે.