સરકાર આ બાબતે કેમ આગળ વધી રહી છે તેમજ તેનાથી દેશને શું લાભ અને ગેરલાભ થઈ શકે છે. આ બધાની વચ્ચે કેટલીક પરિસ્થિતિઓમાં, જો આ વન નેશન વન ઈલેક્શન દેશમાં લાગું હશે તો શું થશે ? વન નેશન વન ઈલેક્શન લાગુ પડે ત્યારે એવા પડકાર રુપ પ્રશ્નો છે જેના પર વિપક્ષ પણ હોબાળો મચાવી રહ્યું છે. ચાલો જાણીએ.
વન નેશન વન ઈલેક્શન થશે લાગુ ?
પીએમ મોદીએ અનેક વખત સૂચન કર્યું છે કે, સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ, પરંતુ કેટલાક જાણકારોના મતે આવું કરવું સરળ નહીં હોય. આવું કેમ છે ?
‘એક દેશ એક ચૂંટણી’ના અમલીકરણમાં અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. સરકારે અનેક ફેરફારો પણ કરવા પડશે. દાખલા તરીકે, સૌ પ્રથમ તેને લાગુ કરવા માટે બંધારણમાં જરૂરી સુધારો કરવો પડશે. લોકસભાનો કાર્યકાળ કાં તો લંબાવવો પડશે અથવા તો નિર્ધારિત સમય પહેલા સમાપ્ત કરવો પડશે. એટલું જ નહીં કેટલીક વિધાનસભાઓનો કાર્યકાળ પણ લંબાવવો પડી શકે છે. જ્યારે કેટલીક એસેમ્બલીનો કાર્યકાળ સમય પહેલા ખતમ થઈ જશે. આનો અમલ કરતા પહેલા તમામ પક્ષો વચ્ચે સર્વસંમતિ સર્જવી જરૂરી છે. જોકે, એક દેશ એક ચૂંટણીને લઈને ચૂંટણી પંચ પહેલા જ કહી ચૂક્યું છે કે તે તેના માટે તૈયાર છે. ખાસ વાત એ છે કે દેશમાં એક ચૂંટણી લાગુ કરવામાં આવે તો પણ તેના હેઠળ પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ કરાવી શકાતી નથી. આ એટલા માટે પણ છે કારણ કે આ રાજ્યના વિષયો છે.