આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું 3 અથોષ્યામાં જન્મભૂમિમાં 4 રામલલ્લાનો પ્રવેશ તથા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ભારતવર્ષના નવનિર્માણનો પ્રારંભ થશે. તેમણે ઉમેર્યું હતું એ નવનિર્માણ સૌહાર્દ, એકતા, પ્રગતિ, શાંતિ અને સુખાકારી સાથે થશે. આરએસએસની વેબસાઈટ પર પ્રકાશિત લેખમાં મોહન ભાગવતે રામ મંદિર માટે હિન્દુ સમાજના અવિરત સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે
અયોધ્યા મુદ્દે જે કડવાશ અને ઘર્ષણ સર્જાયા હતા તેનો હવે અંત આવવો જોઈએ. તેમણે નોંધ્યું હતું કે વર્ષોના કાનૂની જંગ બાદ સુપ્રીમકોર્ટ તથ્યોને ધ્યાનમાં લેતા 2019ની 9 નવેમ્બરે સંતુલિત ચુકાદો આપ્યો હતો.
સંઘ પ્રમુખે લેખમાં જણાવ્યું હતું કે શ્રીરામ દેશના બહુમતી સમાજના સૌથી પૂજ્ય પ્રભુ છે. તેમનું આચરણ સમગ્ર સમાજ માટે અનુકરણીય : છે. અયોધ્યા એટલે એવું શહેર જ્યાં કોઈ લડાઈને સ્થાન નથી. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ સમગ્ર દેશના પુનઃજાગરણનો પ્રસંગ છે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વડછાપાન નરેન્દ્ર મોઠી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવત સહિત 7 હજારથી વધુ લોકો ભાગ લેશે, જેમાં દેશભરમાંથી આવેલા સંતો- મહંતો પણ સામેલ છે.