Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 29°C

ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા ઘ્વારા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા ઘ્વારા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

બીવીપી નડિયાદ શાખા ઘ્વારા તા ૨૦-૧૧-૨૦૨૪ હોટલ એકવેનોઝ ખાતે દિપાવલી અને વિક્રમના નવા વર્ષ ની શુભેચ્છા આદાન પ્રદાન કરવા માટે ભાવિપ,નડિયાદનો પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં પ્રમુખ તેજલભાઈ પંડ્યાએ સૌ ને આવકાર આપી, નવા વર્ષ ની શુભેચ્છા પાઠવેલ.સ્થાપક પ્રમુખ ઉમેશભાઈ ઢગટ અને આઈપીપી અમિત સોનીએ નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવેલ.શાખા વાલી કુમુદભાઈ ગોરે નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી અને દેશમાં રાષ્ટદ્રોહીઓ દ્વારા ચલાવવામાં આવતી ઈકો સીસ્ટમ કે જેમાં જૂઠને સત્ય તરીકે પ્રમોટ કરવામાં આવે અને વિદેશીઓ દ્વારા ચલાવવામાં આવતી ડીપસ્ટેટ અંગે ઉમદા વક્તવ્ય આપેલ. આ પ્રસંગે શૈક્ષણિક કીટ સેવા માટે કાંતિભાઈ શર્મા અને મેડિકલ કેમ્પ સેવા ભાલચંદ્ર બ્રહ્મભટ્ટને વિશેષ યોગદાન આપવા બદલ શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવેલ.

આ પ્રસંગે પ્રમુખ તેજલભાઈ પંડ્યા, મંત્રી રિન્કેશભાઈ સોની, સ્થાપક પ્રમુખ ઉમેશભાઈ ઢગટ, શાખા વાલી કુમુદભાઈ ગોર, આઈ પીપી અમિત સોની, ખજાનચી ગીરીશભાઈ ગામી, કારોબારી સભ્યો અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.