બાઈડને પત્રકાર પરિષદને સંબોધન કર્યુ ત્યારે તેમણે કહ્યુ હતુ કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન હવે ઈરાક સામે યુધ્ધ હારી રહ્યા હોય તેવુ દેખાઈ રહ્યુ છે. બાઈડન યુક્રેનનુ નામ દેવા માંગતા હતા પણ તેમણે લોચો માર્યો હતો અને યુક્રેનની જગ્યાએ ઈરાકનુ નામ બોલ્યા હતા.
તેમણે કહ્યુ હતુ કે, પુતિન હવે દુનિયાભરના તમામ દેશો માટે અસ્પૃશ્ય બની રહ્યા છે. અમેરિકન સંરક્ષણ વિભાગે યુક્રેનને મદદ કરવા માટે 500 મિલિયન અમેરિકન ડોલરના પેકેજની જાહેરાત કરી છે. જેમાં હવાઈ સુરક્ષા મજબૂત કરવા માટેની જોગવાઈ પણ છે.
બાઈડને ફરી એક વખત યુક્રેન અને તેના લોકો પ્રત્યે પોતાનુ સમર્થન જાહેર કર્યુ હતુ.